1. Home
  2. ગુજરાતી
  3. ભગવાન છે.. તેનું જીવતુ જાગતુ ઉદાહરણ
ભગવાન છે.. તેનું જીવતુ જાગતુ ઉદાહરણ

ભગવાન છે.. તેનું જીવતુ જાગતુ ઉદાહરણ

0
Social Share

એક 80 વર્ષના દાદાને એટેક આવ્યો.. દાદાનું જીવન ધાર્મિક વિચારોથી ભરેલું હતું અને ખુબ સુખી સંપન્ન પણ હતા. સારામાં સારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા..
ડોક્ટરે કહ્યુ દાદા ત્રણ કલાક તમારૂં બાયપાસનું ઓપરેશન ચાલશે ત્રણ દિવસ રોકાવું પડશે….

દાદા કહે જેવી પ્રભુની ઇરછા…  ઓપરેશન પતી ગયું, ત્રણ દિવસ વિતી ગયાં ,દાદાને રજા આપતી વખતે ડોક્ટરે દાદાને બીલ આપ્યું આઠ લાખ રૂપિયા… એ બીલ જોઈને દાદા ખૂબ રડવા લાગ્યાં ડોક્ટર દયાળુ હતા કહયું દાદા કેમ રડો છો ?, તમને બીલ વધારે લાગ્યુ હોય તો મને બે લાખ ઓછા આપો પણ તમે મારી હોસ્પિટલમાં મારા દાદાની ઉંમરના થઇને રડો છો તેથી મને દુ:ખ થાય છે…

દાદાએ કહ્યું ના ડોક્ટર ભગવાને મને ઘણું આપ્યું છે તમે આઠ લાખ નહીં બાર લાખ બીલ આપ્યું હોત તો પણ હું આપી શકું તેમ છું …
પણ હું કેમ રડું છું એ તમે નહીં સમજી શકો એ બોલતા દાદા ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યાં… ડોક્ટરે કહ્યું દાદા મારાથી કોઈ ઓપરેશનમાં ભૂલ થઈ છે તમને કોઈ દુ:ખાવો કે બીજી કોઈ શારીરીક તકલીફ થાય છે… દાદાએ કહ્યું ના ડોક્ટર તમે ખુબ સરસ ઓપરેશન કર્યુ છે,

ડોક્ટરે કહ્યું તો પછી દાદા કેમ રડો છો તમે?
દાદા કહે ડોક્ટર તમે નહીં સમજી શકો,
ડોક્ટરે કહ્યું પ્લીઝ ,જે હોય તે તમે મને જરૂર જણાવો,

દાદાએ કહયું, તો સાંભળો, “ડોક્ટર સાહેબ, તમે મારા હૃદયનું ઓપરેશન કર્યુ ,મારૂં હ્રદય ત્રણ કલાક સાચવ્યું અને ત્રણ કલાક ના આઠ લાખ રૂપિયા…. હું એ પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરીને રડી રહયો છું કે જેમણે મારૂં હ્રદય 80 વર્ષ સુધી એક પણ રૂપિયાના ચાર્જ વગર ચલાવ્યું અને સાચવ્યું… ત્રણ કલાકના આઠ લાખ રૂપિયા તો 80 વર્ષના કેટલા થાય ?

એ દયાના મહાસાગરને યાદ કરીને ડોક્ટર હું રડી રહયો છું…
આ સાંભળતા જ ડોક્ટર દાદાના પગમાં પડી ગયાં…
તેમ છતાં આપણે એક ભિખારીની જેમ ભગવાન પાસે માગવા પહોંચી જઇએ છીએ…
*શું નથી આપ્યું એણે ?

આજ સુધીનું જે પણ જીવન જીવાયુ એ એની જ કૃપા, કરૂણા છે ને !!!!!!…*

બોધ :
*આપણ ને જે મફતમાં મળે છે એની કિંમત સમજવાની પણ અક્કલ જોઈએ.
જે ઉપર વાળા એ આપ્યું છે તેની કદર કરતાં શીખવું જોઈએ.
માગ્યા વગર ઘણું બધું આપ્યું છે છતાંય ,બીજું વધુ માગવા પાછા એની પાસે દોડી જઇએ છીએ…*

ઉઠાડે,સુવાડે ,શ્વાસોશ્વાસ ચલાવે, ખાધેલું પચાવે, સ્મૃતિ પાછી આપે, શક્તિ આપે અને શાંતિ આપે,
એ પરમકૃપાળુ પરમાત્માને
ઉઠતાં, જમતા ને સુતાં
કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીએ તો જ આપણે માણસ કહેવાઈએ.
ખાસ વાચવા સાથે જીવનમાં ઉતરવા લાયક છે 🙏👌👌 જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code