1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની શાનદાર જીત, મોદીએ આપ્યા અભિનંદન
દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની શાનદાર જીત, મોદીએ આપ્યા અભિનંદન

દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની શાનદાર જીત, મોદીએ આપ્યા અભિનંદન

0
Social Share

નવી દિલ્હીઃ  દેશના 15માં રાષ્ટ્રપતિ પદ માટે યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર જાહેર થતાં એનડીએના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનો શાનદાર વિજ્ય થયો છે. દ્રૌપદી મુર્મૂ દેશના પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. દ્રૌપદી મુર્મૂએ સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને હરાવ્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂને ત્રણ રાઉન્ડની ગણતરી બાદ કુલ 5 લાખ 77 હજાર 77 મત મળ્યા હતા એટલે કે દ્રૌપદી મુર્મૂને 50 ટકાથી વધુ મત મળ્યા હતા. જ્યારે વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાને સુધી 2 લાખ 61 હજાર 62 મત મળ્યા હતા.

દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી લીધી છે. ત્રીજા રાઉન્ડની ગણતરીમાં જ તેમણે રાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી 50 ટકા મત મેળવી લીધા હતા. ત્રીજા રાઉન્ડની ગણતરીમાં કુલ મત 1333 હતા. જેની વેલ્યૂ 1,65,664 હતી. તેમાં મુર્મૂને 812 મત મળ્યા. તો યશવંત સિન્હાને 521 મત મળ્યા હતા એટલે કે ત્રણેય રાઉન્ડની વાત કરીએ તો કુલ મત 3219 હતા. તેની વેલ્યૂ 8,38,839 હતી. તેમાં દ્રૌપદી મુર્મૂને 2161 મત (વેલ્યૂ  5,77,777) મળ્યા છે. તો યશવંત સિન્હાને 1058 મત (વેલ્યૂ 2,61,062) મળ્યા હતા,  સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર થઈ છે. દ્રૌપદી મુર્મૂની શાનદાર જીત બાદ યશવંત સિન્હાએ ટ્વીટ કરીને તેમને અભિનંદન આપ્યા હતા.

NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ દેશનાં 15માં રાષ્ટ્રપતિ બન્યા છે. તેઓ આ સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચનાર દેશનાં પહેલાં આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ છે. ગુરુવારે સવારે 11 વાગ્યે કાઉન્ટિંગ શરૂ થયું જેમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ UPAના ઉમેદવાર યશવંત સિન્હાને ત્રીજા રાઉન્ડની ગણતરીમાં જ હરાવી દીધા .વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જેપી નડ્ડા મુર્મુને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા અને અભિનંદન આપ્યા હતા.

વડાપ્રધાન મોદીએ મુર્મુને અભિનંદન આપતા કહ્યું- ભારતે ઈતિહાસ લખ્યો છે. જ્યારે ભારત આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે, પૂર્વી ભારતના દૂરના ગામમાં જન્મેલા એક આદિવાસી સમુદાયની દીકરી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. દ્રૌપદી મુર્મુને અભિનંદન.  જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દ્રૌપદી મુર્મુને દેશનાં નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવતા શુભેચ્છા પાઠવી હતી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ ભારતના 15માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાતા દ્રૌપદી મુર્મુને અભિનંદન આપ્યાં હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code