1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ગુજરાત ભાજપના ધારાસભ્યોને વોટની કરી અપીલ
NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ગુજરાત ભાજપના ધારાસભ્યોને વોટની કરી અપીલ

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ગુજરાત ભાજપના ધારાસભ્યોને વોટની કરી અપીલ

0
Social Share

ગાંધીનગરઃ NDAના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિપદની ચૂંટણીના બરાબર એક દિવસ પહેલા રવિવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રીએ તેમનું સ્વાગત કરીને આવકાર્યા હતા. અમદાવાદની નારાયણી હાઇટ્સ હોટલમાં મુર્મુએ ભાજપના ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક યોજી હતી. ભાજપના તમામ ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ હાજર રહ્યા હતા. મુર્મુએ ભાજપના ધારાસભ્યોને પોતાને મત આપવાની અપિલ કરી હતી.

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, ભારત દેશમાં લોકશાહીનું મોટું પદ રાષ્ટ્રપતિનું છે. સોમવારે સમગ્ર ભારતમાં તમામ ધારાસભ્ય મતદાન કરશે. રવિવારે બીજેપી ધારાસભ્ય દળની બેઠક યોજાઇ હતી. દ્રૌપદી મુર્મુ ગુજરાત મુલાકાતે આવ્યા હતા. તેમણે મત આપવા માટે અપિલ કરી હતી. તેઓ સૌથી નાની વયના રાષ્ટ્રપતિ બનશે. પહેલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનશે. 6 વરસ ઝારખંડના ગવર્નર રહ્યા હતા. બીજેપીને વિશ્વાસ છે. દ્રૌપદી મુર્મુ ચૂંટણી જીતશે. ઓડિશામાં 2 ટર્મ ધારાસભ્ય રહ્યા હતા. પગાર લીધા વગર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દિલ્હી મત આપવા દ્રૌપદી મુર્મુ સાથે રવાના થયા હતા. મતદાનમાં કોઈ પણ ભૂલ ના કરે તેની સમજણ ભાજપના ધારાસભ્યોને આપવામાં આવી છે. ભાજપ તમામ મત દ્રૌપદી મુર્મુને મળશે.

એનડીએના રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ રવિવારે મળેલી બેઠકમાં ગુજરાતના ધારાસભ્યો પાસેથી વોટની અપીલ કરી હતી. આ પહેલા શનિવારે જ વિધાનસભાના મુખ્ય દંડકે ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર બોલાવી લીધા હતા. અહીં ભાજપની વિધાનસભા પક્ષની બેઠક મળી હતી અને તે દરમિયાન તેમને રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મતદાનની સમજણ આપવામાં આવી હતી. આ તમામ ધારાસભ્યો ચૂંટણીમાં મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી ગાંધીનગર જ રહેશે. ભાજપના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર તમામ ધારાસભ્યોને અગાઉથી બોલાવી લેવા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે કોઇ ધારાસભ્ય અચાનક આવી પડેલાં અનિવાર્ય સંજોગોને કારણે ગેરહાજર ન રહે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code