1. Home
  2. ગુજરાતી
  3. NAYA BHARAT: ચીનને ભારતનો કરારો જવાબ, LAC ઉપર K-9 વ્રજ તોપ કરાયાં તૈનાત
NAYA BHARAT: ચીનને ભારતનો કરારો જવાબ, LAC ઉપર K-9 વ્રજ તોપ કરાયાં તૈનાત

NAYA BHARAT: ચીનને ભારતનો કરારો જવાબ, LAC ઉપર K-9 વ્રજ તોપ કરાયાં તૈનાત

0
Social Share

દિલ્હીઃ વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે એલએસી ઉપર ચીનના નાપાક ઈરાદાઓને નાકામ બનાવવા માટે ભારતે પણ પોતાની તૈયારીઓ તેજ બનાવી છે. ચીનની સેનાને તેની ભાષામાં જ જવાબ આપવા માટે પૂર્વ લદ્દાખના ફારવર્ડ વિસ્તારમાં ભારતીય સેનાએ કે-9 સ્વચાલિત હોવિત્ઝર રેજિમેન્ટ તૈયાર કર્યાં છે. આ તોપ લગભગ 50 કિમી દૂર ઉપસ્થિત દુશ્મનના ઠેકાણાઓ ઉપર હુમલો કરવા સક્ષમ છે. કે-9 વ્રજ તોપોની ઉપસ્થિતિને લઈને સેના પ્રમુખે કહ્યું હતું કે, આ તોપ ઉંચાઈવાળા વિસ્તારોમાં કામ કરી શકે છે. તેનું ફિલ્ડ ટ્રાયલ સફળ રહ્યું છે. હવે એક પૂરી રેજીમેન્ટ તૈયાર કરવામાં આવી છે. જે હકીકતમાં મદદગાર સાબિત થશે.

ભારત-ચીન સીમા ઉપર ચાલી રહેલી ગતિરોધની સ્થિતિને લઈને સેના પ્રમુખ એમએમ નરવણેએ કહ્યું હતું કે, છેલ્લા 6 મહિનામાં સ્થિતિ ખુબ સામાન્ય રહી છે. અમને આશા છે કે ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં 13મી વાતચીત શરૂ થશે, ચીને અમારી પૂર્વ કમાન સુધી પૂર્વ લદ્દાખ અને ઉત્તરી મોર્ચે ઉપર મોટી સંખ્યામાં તૈનાતી કરી છે નિશ્ચિત રૂપે અગ્રણી વિસ્તારમાં તેમની ઉપસ્થિતિમાં વૃદ્ધિ થઈ છે જે અમારા માટે ચિંતાનો વિષય બન્યો છે. સરહદ ઉપર ચીનની તમામ ગતિવિધી ઉપર અમારી નજર છે, અમને મળેલી માહિતીના આધારે અમે પ્રાથમિક સુવિધાઓ સાથે સૈનિકોના મામલે સમાન વિકાર કરી રહ્યાં છે જે કોઈ પણ ખતરાનો સામનો કરવા માટે આવશ્યક છે. અમે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભારતની કોરોના વેક્સિન મુદ્દે બ્રિટન સરકારની કાર્યવાહીથી નારાજ ભારતીય સરકારે બ્રિટનથી આવતા પ્રવાસીઓને ફરજિયાત ક્વોરન્ટાઈનનો નિર્દેશ કર્યો છે. દરમિયાન સરહદ ઉપર ચીન સૈનાએ તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે ચીનનો તેની ભાષામાં જ જવાબ આપવા માટે ભારતીય સેનાએ સરહદ ઉપર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code