નવી દિલ્હીઃ આ વર્ષે માર્ચમાં અમૃતસરમાં એક મંદિર પર થયેલા આતંકવાદી ગ્રેનેડ હુમલાના સંદર્ભમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ પંજાબમાં 19 સ્થળોએ દરોડા પાડ્યા છે. ગઈકાલે સરહદી જિલ્લાઓ અમૃતસર, ગુરદાસપુર અને બટાલામાં દરોડા દરમિયાન NIA ટીમોએ મોબાઇલ અને ડિજિટલ ઉપકરણો સહિત અનેક ગુનાહિત સામગ્રી જપ્ત કરી છે. તપાસ સંસ્થાએ કહ્યું કે, અમૃતસરના શેરશાહ રોડ પર ઠાકુર દ્વાર સનાતન મંદિર પર ગ્રેનેડ ફેંકનારા આતંકવાદીઓની વિદેશમાં સ્થિત લોકો સાથે સાંઠ ગાંઠ હતી.
તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે આ હુમલો આરોપી ગુરસિદક સિંહ અને વિશાલ ગિલ દ્વારા કરવામાં આવ્યો હતો. મૃતક ગુરસિદક સિંહ વિદેશી હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતો જેણે ભારતમાં હુમલા માટે ઘણા લોકોની ભરતી કરી હતી. NIAએ કહ્યું, તે દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે ખતરો ઉભો કરતા અલગ અલગ આતંકવાદીઑ સામે કાર્યવાહી યથાવત રહેશે.