1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ સહિત 8 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લંબાવાયો, રાત્રે 11થી સવારે 6 સુધી લાગુ રહેશે
અમદાવાદ સહિત 8 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લંબાવાયો, રાત્રે 11થી સવારે 6 સુધી લાગુ રહેશે

અમદાવાદ સહિત 8 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લંબાવાયો, રાત્રે 11થી સવારે 6 સુધી લાગુ રહેશે

0
Social Share

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે માત્ર જુજ સંખ્યામાં કેસ જોવા મળી રહ્યા છે. સરકારે નિયંત્રમો પણ હટાવી લીદા છે પણ રાત્રી કરફ્યુંનો અમલ 8 શહેરોમાં ચાલુ રાખ્યો છે.કરફ્યુની મુદત પુરી થતા રાજ્ય સરકારે 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં તારીખ 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી 8 શહેરોમાં રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ લાગુ રહેશે. આ 8 શહેરોમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર, જુનાગઢનો સમાવેશ થાય છે.

રાજ્યમાં અમદાવાદ સહિત આઠ શહેરોમાં રાત્રે 11થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુનો અમલ એટલા માટે લંબાવવામાં આવ્યો છે. આ મહિનામાં તહેવારો આવી રહ્યા છે. ત્યારે રાત્રે લોકોના ટોળાં ભેગા ન થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે લોક મેળાઓ પર પણ પ્રતિબંધ મુક્યો છે. તેમજ તહેવારોમાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા લોકોને સરકારે અપીલ કરી છે.

ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની સમય મર્યાદા 28 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. જ્યારે આ 8 મહાનગરોમાં રાત્રે 11 થી સવારે 6 વાગે સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ અગાઉ તારીખ 17 ઓગસ્ટ સુધી રાત્રિ કર્ફ્યુ લંબાવ્યો હતો. ગુજરાતના 8 મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, જામનગર, જુનાગઢમાંમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. જેમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી રહેશે કર્ફ્યુ લાગુ રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code