1. Home
  2. ગુજરાતી
  3. લીંબુ જ નહીં,તેની છાલ પણ છે ફાયદાકારક,તે તમારા સ્વાસ્થ્યને  રાખે છે સ્વસ્થ
લીંબુ જ નહીં,તેની છાલ પણ છે ફાયદાકારક,તે તમારા સ્વાસ્થ્યને  રાખે છે સ્વસ્થ

લીંબુ જ નહીં,તેની છાલ પણ છે ફાયદાકારક,તે તમારા સ્વાસ્થ્યને  રાખે છે સ્વસ્થ

0
Social Share
  • લીંબુની છાલ પણ અતિશય ગુણકારી
  • લીંબુની છાલના પણ છે ઘણા ફાયદા
  • ઘણી બીમારીને મૂળ માંથી કરે છે દૂર

જ્યારે ઉનાળો આવે છે, ત્યારે મોટાભાગના લોકો લીંબુનું શરબત પીવાનું પસંદ કરે છે. અને ઘણા લોકોને કચુંબરમાં અને સલાડમાં લીંબુનો રસ નાખીને ખાવાનું ગમે છે, કચુંબરનો સ્વાદ મસ્ત લાગે છે. લીંબુના રસમાં આવા ઘણા પોષક તત્વો ઉપલબ્ધ છે.

જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મોટાભાગના લોકોએ જોયું છે કે, લીંબુનો રસ કાઢ્યા પછી બાકીની છાલ કચરાપેટીમાં નાખી  દેવામાં આવે છે. આ છાલને કોઈ ફાયદાકારક માનતું નથી, પરંતુ આજે અમે તમને લીંબુની છાલના આવા જબરદસ્ત ફાયદા વિશે જણાવીશું, એ જાણ્યા પછી કે તમે ક્યારેય કચરામાં લીંબુની છાલ નહીં ફેકો.

હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક : હાઈ બ્લડ પ્રેશર,હાઈ કોલેસ્ટરોલ અને મેદસ્વીપણા હૃદય રોગ માટેના સૌથી મહત્વપૂર્ણ જોખમ પરિબળો છે. આ કિસ્સામાં જો રીસર્ચની માને તો,ફ્લેવોનોયડ્સ,વિટામિન સી અને પેક્ટીનથી ભરપુર લીંબુની છાલ હૃદય રોગના જોખમને ઘટાડી શકે છે. દરરોજ 10 મિલિગ્રામ ફ્લેવોનોયડ્સનું સેવન કરવાથી હૃદયરોગના જોખમને 5 ટકાનો ઘટાડો થાય છે.

કેન્સર સામે લડવામાં મદદગાર : લીંબુની છાલમાં પણ કેન્સર સામે લડવાના ગુણધર્મો છે. જ્યારે ફલેવાનોયડ ઘણા કેન્સરના જોખમ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે,ત્યારે વિટામિન સી શ્વેત રક્તકણોની રચનામાં વધારો કરે છે.જેથી કેન્સરના કોષો શરીરની બહાર લઈ શકાય. લીંબુની છાલમાં મળતું D-limonene પેટના કેન્સરને રોકવામાં મદદગાર છે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે : લીંબુની છાલમાં ફલેવોનોયડ્સ અને વિટામિન સી હોય છે,જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. અને રોગો સામે લડવામાં શરીરને મદદ કરે છે.

વજન ઘટાડવા: લીંબુની છાલ વજન ઘટાડવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આમાં પેક્ટીવ નામનું તત્વ છે, જે શરીરમાં રહેલી એક્સ્ટ્રા ચરબીને દુર કરે છે. માટે જો તમે વજન ઓછું કરવા માંગતા હોય તો લીંબુની છાલનું સેવન જરૂર કરવું, જેનાથી તમને ખૂબ ફાયદો જણાશે.

-દેવાંશી

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code