1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાષ્ટ્રીય એકતા દિન નિમિત્તે આજે અમદાવાદ સહિત મહાનગરોમાં રન ફોર યુનિટી યોજાશે
રાષ્ટ્રીય એકતા દિન નિમિત્તે આજે અમદાવાદ સહિત મહાનગરોમાં રન ફોર યુનિટી યોજાશે

રાષ્ટ્રીય એકતા દિન નિમિત્તે આજે અમદાવાદ સહિત મહાનગરોમાં રન ફોર યુનિટી યોજાશે

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં દર વર્ષે 31મી ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઊજવણી કરવામાં આવે છે, આજે 31મી ઓક્ટોબરને સરદાર જ્યંતીના દિને રાજ્યના તમામ મહાનગરોમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ અને ગાંધીનગર સહિત શહેરોમાં રન ફોર યુનિટી યોજાશે.

ગુજરાતમાં એકતા દિવસ માત્ર એકતાના વિચારને પ્રોત્સાહન આપવા માટે જ નહિ પરંતુ રાજ્યના વિવિધ ભાગોમાંથી ચૂંટાયેલા અધિકારીઓ, મહાનુભાવો અને નાગરિકોની સક્રિય ભાગીદારી પણ દર્શાવે છે. તે એક શક્તિશાળી રીમાઇન્ડર તરીકે સેવા આપે છે કે કોઈપણ સમાજની પ્રગતિ અને વિકાસ માટે એકતા અને સંવાદિતા જરૂરી છે. તમામ નાગરીકોઓને આ એકતા દોડમાં જોડાવા, એકતાની ભાવના અપનાવવા અને આ રાષ્ટ્રીય એકતા દિવસને ભવ્ય રીતે સફળ બનાવવા હાર્દિક આમંત્રણ આપે છે.

અમદાવાદમાં રન ફોર યુનિટી  આજે સવારે 6:45 વાગ્યે, સાબરમતી રિવર ફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરથી શરૂ કરવામા આવશે, જે કુલ 4.2 કિલોમીટર અંતરની રહેશે. આ યુનિટી રનમાં અંદાજિત 7,000થી વધુ લોકો જોડાશે. જેમા સંસદસભ્ય, ધારાસભ્ય, મેયર, તમામ કાઉન્સિલરતેમજ અન્ય મહાનુભાવો ભાગ લેશે. જ્યારે સુરતમાં  રન ફોર યુનિટી આજે સવારે 7:00 વાગ્યે, પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ કરી 3 કિલોમીટરના રૂટને આવરીને સરગમ શોપિંગ સેન્ટર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પરત ફરશે.  વડોદરા શહેરમાં યુનિટી રન આજે કીર્તિ સ્તંભથી શરૂ કરીને ડેરી ડેન સર્કલ સુધી 4.5 કિલોમીટર સુધી રૂટને આવરીને પૂર્ણ થશે. જ્યારે રાજકોટમાં યુનિટી રન આજે સવારે 7:00 વાગ્યે, રેસકોર્સ સ્થિત પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થશે જે 3 કિલોમીટરનું અંતરને આવરીને પૂર્ણ થશે. તેમજ ભાવનગરમાં યુનિટી રન આજે સવારે 7:00 વાગ્યે શરૂ થશે અને 2.5 કિલોમીટરનું અંતર આવરી લેશે. તથા જામનગરમાં  યુનિટી રન આજે સવારે 7:00 કલાકે રણમલ તળાવથી શરૂ થઈને 1.5-કિલોમીટર જેટલુ અંતર કાપી સરદાર પટેલ સ્ટેચ્યુ ખાતે સમાપ્ત થશે.

આ ઉપરાંત જૂનાગઢમાં આજે યુનિટી રન આજે સવારે 7:30 કલાકે બહુદ્દીન કોલેજથી શરુ  થઇ 1.1 કિલોમીટરના અંતરને આવરીને પુર્ણ થશે. , જેમા લગભગ 2,000 થી વધુ લોકોની ભાગીદાર થઇ સાક્ષી થશે. તેમજ ગાંધીનગરમાં  5 કિલોમીટરની યુનિટી રન આજે સવારે 7:00 વાગ્યે, સરદાર પટેલ સ્ટેચ્યુ, સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન, સેક્ટર-16 ખાતેથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં  યોજાશે. આ દોડમાં સંસદસભ્ય, ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મહાનુભાવો, તમામ કાઉન્સિલર, કલેક્ટર ગાંધીનગર, એસ.પી. ગાંધીનગર તેમજ અંદાજે 15 એન.જી.ઓ. સહિત 3,000 થી વધુ લોકો જોડાશે. (file photo)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code