Site icon Revoi.in

ભારતમાં પેલેસ્ટાઇનના રાજદૂતે મોદી સરકારની પ્રશંસા કરી

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં પેલેસ્ટાઇનના રાજદૂત અબ્દુલ્લા અબુ શાવેશે પેલેસ્ટાઇનના લોકોને આપેલા સમર્થન બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારની પ્રશંસા કરી છે. પત્રકારો સાથે વાત કરતા, શાવેશે ભારપૂર્વક જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર પેલેસ્ટાઇન શરણાર્થીઓને મદદ કરવા માટે જવાબદાર સંયુક્ત રાષ્ટ્ર રાહત અને બચાવ કાર્ય એજન્સીને સમર્થન આપી રહી છે.

તેમણે જણાવ્યુ કે ભારત હાલમાં પેલેસ્ટાઇનમાં કરોડો ડોલરના ખર્ચે હોસ્પિટલ બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતનું વિદેશ મંત્રાલય પેલેસ્ટાઇન માટે ચોવીસ કલાક ઉપલબ્ધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પેલેસ્ટાઇન ભારતને વ્યાપક દ્રષ્ટિકોણથી જુએ છે. તેમણે ખાતરી આપી કે પેલેસ્ટાઇન અન્ય કોઈપણ દેશ સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોમાં દખલ કરશે નહીં.