1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પેટ્રોલ ડીઝલની કિંમતમાં ફરીવાર વધારો,આજે ચાર મોટા મેટ્રો શહેરોમાં પેટ્રોલના ભાવમાં 27 પૈસા અને ડીઝલના ભાવમાં 24 પૈસાનો વધારો
પેટ્રોલ ડીઝલની કિંમતમાં ફરીવાર વધારો,આજે ચાર મોટા મેટ્રો શહેરોમાં પેટ્રોલના ભાવમાં 27 પૈસા અને ડીઝલના ભાવમાં 24 પૈસાનો વધારો

પેટ્રોલ ડીઝલની કિંમતમાં ફરીવાર વધારો,આજે ચાર મોટા મેટ્રો શહેરોમાં પેટ્રોલના ભાવમાં 27 પૈસા અને ડીઝલના ભાવમાં 24 પૈસાનો વધારો

0
Social Share
  • પેટ્રોલ ડીઝલની કિંમતમાં ભાવ વધારો યથાવત
  • ફરીવાર વધ્યો પેટ્રોલ ડીઝલનો ભાવ
  • લોકોની તકલીફોમાં પણ થયો વધારો

મુંબઈ : પેટ્રોલ-ડીઝલના મોરચા પર આજે સતત બીજા દિવસે પણ સામાન્ય જનતાને ઝટકો લાગ્યો છે. શુક્રવારના વધારા બાદ આજે શનિવારે તેલ કંપનીઓએ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. આજે ચાર મોટા મેટ્રો શહેરોમાં પેટ્રોલના ભાવમાં 27 પૈસા અને ડીઝલના ભાવમાં 24 પૈસા વધારો થયો છે. 4 મેથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ક્યારેક ધીમે-ધીમે તો ક્યારેક સતત પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

આ અઠવાડિયે કેન્દ્રીય ઓઇલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થયેલા વધારાને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારાને ઠહેરાવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, “પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો થયો છે. તેનું સૌથી મોટું કારણ ક્રૂડ ઓઇલની કિંમત છે, જે બેરલ દીઠ 70 ડોલરને પાર કરી ગઈ છે. તેની નકારાત્મક અસર ઘરેલુ ગ્રાહકો પર જોવા મળી રહી છે કારણ કે ભારત તેની ક્રૂડ તેલની જરૂરિયાતમાંથી 80 ટકાથી વધુની આયાત કરે છે.

જો કે વાત કરવામાં આવે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની તો તેના કારણે ટ્રાન્સપોર્ટ પણ મોંધુ થઈ રહ્યું છે. જીવન જરૂરી સામાન હેરફેર માટેનું ટ્રાન્સપોર્ટેશન મોંધુ થતા લોકોને અન્ય રીતે પણ તકલીફ પડી રહી છે. કેટલાક આંતરરાષ્ટ્રીય કારણોસર પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે તેના કારણે દેશની સમગ્ર જનતાને અસર પડી રહી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં રોજ ફેરફાર થતા પેટ્રોલ ડીઝલના ભાવના કારણે દેશમાં પણ તેની કિંમતમાં વધારો જોવા મળે છે. દેશના કેટલાક શહેરોમાં તો પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પણ પાર કરી ગઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code