અમદાવાદઃ શહેરના સિવિલ હોસ્પિટલના પાછળના ભાગમાં પ્લેન ક્રેશ થયું હતું. પ્લેનમાં 242 મુસાફરો પ્રવાસ કરી રહ્યાં હતા. આ દૂર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયાં છે. તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવાયાં છે. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના તમામ કાર્યક્રમ રદને અમદાવાદની સિવિલ હોસ્પિટલ પહોંચ્યાં હતા. તેમજ સિવિલના તબીબોને જરુરી નિર્દેશ કર્યાં હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત ઋષિકેશ પટેલ સહિતના નેતાઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યાં હતા. બીજી તરફ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તેવા નિર્દેશ આપવામાં આવ્યાં હતા. દરમિયાન સમગ્ર ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્ય સરકારના સતત સંપર્કમાં છે. તેમજ જરુરી મદદની ખાતરી તેમણે રાજ્ય સરકારને આપી છે.