- પીએમ મોદીએ મુંબઈમાં વંદે ભારત ટ્રેનનો કરાવ્યો આરંભ
- દેશમાં રેલ્વે ક્ષેત્રમાં ઘણી પ્રગતિ જોવા મળી
દિલ્હીઃ ભારત દેશ રેલ્વે ક્ષેત્રમાં ખૂબ જ અને સતત પ્રગતિ કરી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી ઘણી વેંદે ભારત ટ્રેન શરુ કરવામાં આવી ચૂકી છએ ત્યારે આજરોજ મહાનગરી મુંબઈમાં પ્રધાનમંત્રી મોદીએ બે વંદેભારત ટ્રેનને લીલી ઝંડી બતાવીને તેનો આરંભ કરાવ્યો હતો આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી પણ ઉપસ્થિતિ રહ્યા હતા.
પીએમ મોદીએ આજે શુક્રવારે મુંબઈ-સોલાપુર અને મુંબઈ-સાઈનગર શિરડી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોનો આરંભ કરાવ્યો છેઆ પ્રસંગે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહ્યા હતા.
CSMT-સાઇનગર શિરડી વંદે ભારત એક્સપ્રેસ તેની પ્રથમ યાત્રામાં બપોરે 3 વાગ્યે મુંબઈથી રવાના થશે. તે દાદર, થાણે, કલ્યાણ, ઈગતપુરી, નાશિક રોડ અને મનમાડ થઈને શિરડી પહોંચશે. જ્યારે સોલાપુર-CSMTની યાત્રા સોલાપુરથી થશે. તે બપોરે 3 વાગ્યે સોલાપુરથી ઉપડશે અને કુર્દુવાડી, દાઉન્ડ, પુણે, લોનાવલા, કર્જત, કલ્યાણ, થાણે, દાદર થઈને CSMT પહોંચશે.
આ બે વંદે ભારત એક્સપ્રેસ મહારાષ્ટ્રના લોકપ્રિય યાત્રાધામ શહેરોને સરળ કનેક્ટિવિટી પ્રદાન કરશે. મહારાષ્ટ્ર બે આંતર-રાજ્ય વંદે ભારત એક્સપ્રેસ ધરાવતું પ્રથમ રાજ્ય બનશે. આ સાથે, આ પ્રથમ વખત છે જ્યારે એક સાથે બે વંદે ભારત ટ્રેનોને ફ્લેગ ઓફ કરી શકાશે. આ સહીત આગામી બે વર્ષમાં 400 વંદે ભારત એક્સપ્રેસ દેશભરમાં ટ્રેક પર ઉતરશે, જેની સ્પીડ 180 કિમી પ્રતિ કલાક હશે.
આ ટ્રેનોને અઠવાડિયામાં છ દિવસ દોડશે. મહારાષ્ટ્રમાં પહેલાથી જ બે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. એક ટ્રેન મુંબઈથી અમદાવાદ અને બીજી નાગપુરથી વિલાસપુર વચ્ચે દાડાવવામાં આવી રહી છે. વંદે ભારત 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવામાં સક્ષમ છે. પરંતુ રેલવે બોર્ડે હાલમાં તેમને 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવાની મંજૂરી આપી છે.