રોમ, 20 મે, 2026 – પીએમ નરેન્દ્ર મોદી તેમની પાંચ દેશની મુલાકાતના છેલ્લા ચરણમાં આજે રોમ પહોંચ્યા હતા. રોમમાં ઈટાલીનાં વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
આ દરમિયાન વડાંપ્રધાન મેલોનીએ એક વીડિયો શૅર કર્યો છે જેમાં પીએમ મોદી તેમને ટૉફીનું પૅકેટ ગિફ્ટ આપતા જોવા મળે છે. બંને દેશના વડાપ્રધાન આ વીડિયોમાં દેખાય છે જેમાં પીએમ મેલોની બોલે છે કે, વડાપ્રધાન મોદી મારા માટે વિશેષ ગિફ્ટ લાવ્યા છે. અને ત્યારબાદ પીએમ મોદી ટૉફીનું પેકેટ કેમેરા તરફ લાવે છે અને બોલે છે, મેલોડી.
મેલોડી ચૉકલેટ ભારતમાં ખૂબ લોકપ્રિય છે. અને સાથે છેલ્લા થોડા વર્ષથી આ બંને નેતાઓના નામને પણ લોકોએ આ રીતે જોડી દીધું છે – મેલોની+મોદી= મેલોડી. કદાચ એ સંદર્ભમાં આ વીડિયો ખૂબ નોંધપાત્ર બની ગયો છે અને આખી દુનિયામાં વાયરલ થઈ રહ્યો છે.
નોંધપાત્ર છે કે આ વીડિયો પીએમ જ્યોર્જિયા મેલોનીએ તેમના પોતાના X હેન્ડલ ઉપર શૅર કર્યો છે.
જુઓ વીડિયો…
Thank you for the gift pic.twitter.com/7ePxbJwPbA
— Giorgia Meloni (@GiorgiaMeloni) May 20, 2026
આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રોમ પહોંચ્યા પછી તેમના સ્વાગત તથા પીએમ જ્યોર્જિયા મેલોની સાથેની મુલાકાત વિશે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X ઉપર પોસ્ટ કરી હતી. એ પોસ્ટમાં વડાપ્રધાન ભારત અને ઈટાલી વચ્ચેની વાટાઘાટ અને બંને દેશ વચ્ચે સંબંધો મજબૂત બનાવવાની આશા વ્યક્ત કરી હતી.
Upon landing in Rome, had the opportunity to meet Prime Minister Meloni over dinner followed by a visit to the iconic Colosseum. We exchanged perspectives on a wide range of subjects. Looking forward to our talks today, where we will continue the conversation on how to boost the… pic.twitter.com/df0bDYKCdU
— Narendra Modi (@narendramodi) May 20, 2026


