Homeગુજરાતીપીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

  • પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરજીની જન્મજયંતી
  • પીએમ મોદીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
  • પીએમ મોદીએ ટ્વિટ કરીને કહી આ વાત 

દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.મોદીએ કહ્યું છે કે ચંદ્રશેખરજી એક ઉમદા વ્યક્તિત્વ હતા જેમની લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ગરીબી દૂર કરવાના પ્રયાસો માટે વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી હતી.

વડાપ્રધાને ટ્વિટ કર્યું કે,”ચંદ્રશેખરજી એક જબરજસ્ત વ્યક્તિત્વ હતા જેમની લોકશાહી મૂલ્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને ગરીબી દૂર કરવાના પ્રયાસો માટે વ્યાપકપણે પ્રશંસા થઈ હતી. તેમણે હંમેશા દલિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના કલ્યાણ માટે કામ કર્યું હતું. તેમની જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ.”

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular