1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઓક્સિજન અને ઓક્સિજન સંબંધી સાધનો લઈને આવતા જહાજો માટે બંદરોએ કર્યા ચાર્જીસ માફ
ઓક્સિજન અને ઓક્સિજન સંબંધી સાધનો લઈને આવતા જહાજો માટે બંદરોએ કર્યા ચાર્જીસ માફ

ઓક્સિજન અને ઓક્સિજન સંબંધી સાધનો લઈને આવતા જહાજો માટે બંદરોએ કર્યા ચાર્જીસ માફ

0
Social Share
  • મોટા મોટા બંદરોનો સરાહનીય નિર્ણય
  • ઓક્સિજન અને ઓક્સિજન સંબંધી સામાન લઈને આવતા જહાજના ચાર્જીસ માફ
  • સંકટ સમયમાં દેશની મદદે આવ્યા તમામ ક્ષેત્ર અને લોકો

દિલ્હી: કોરોનાવાયરસનું સંકટ હાલ જે રીતે દેશ પર આવી પડ્યું છે. તે હવે માત્ર સરકારની જ નહી પણ લોકોને પણ જવાબદારી બની હોય તેવુ લાગી રહ્યું છે. દેશમાં હાલ કોરોનાવાયરસ સામે લડવા માટે તમામ લોકો શક્ય એટલી મદદ કરી રહ્યા છે અને આગળ આવી રહ્યા છે ત્યારે હવે બંદરો દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતમાં હાલ ઓક્સિજનની બહારથી આયાત થતી હોવાથી બંદરોએ ઓક્સિજન અને ઓક્સિજન સંબંધી સાધનો લઈને આવતા જહાજો માટે બંદરોએ કેટલાક ચાર્જીસ માફ કર્યા છે.

દેશમાં ઓક્સિજન અને એ સંબંધી ઉપકરણોની વધેલી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે કામરાજાર પોર્ટ લિમિટેડ સહિતના તમામ મોટા બંદરોને નિર્દેશ કર્યો છે કે નિમ્ન લિખિત માલસામાન લઈ આવતા વહાણોને મેજર પોર્ટ ટ્રસ્ટ્સ દ્વારા લાગુ તમામ ચાર્જીસ (જહાજ સંબંધી ચાર્જ, સ્ટોરેજ ચાર્જ ઇત્યાદિ સહિત) માફ કરવામાં આવે અને આવા વહાણોને લાંગરવાના ક્રમમાં સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવે. આ સામગ્રીમાં મેડિકલ ગ્રેડ ઓક્સિજન, ઓક્સિજન ટેંક્સ, ઓક્સિજન બૉટલ્સ, પૉર્ટેબલ ઓક્સિજન જનરેટર્સ, ઓક્સિજન કૉન્સન્ટ્રેટર્સ, ઓક્સિજન સિલિન્ડર્સના ઉત્પાદન માટે સ્ટીલ પાઇપ્સ અને એ સંબંધિત સાધનો આગમી ત્રણ મહિના કે વધુ આદેશ ન થાય ત્યાં સુધી.

ઉપરોક્ત ઓક્સિજન સંબંધી ઉપરાંતનો અન્ય સામાન કે કન્ટેનર જો એ જહાજમાં હોય તો એવા કિસ્સામાં, બંદર પર હાથ ધરાયેલ એકંદર સામાન કે કન્ટેનરને ધ્યાનમાં લઈને પ્રો-રેટા આધારે આવા જહાજોના ઓક્સિજન સંબંધી કાર્ગો માટે ચાર્જીસ જતાં કરવાની જોગવાઇ કરવાની રહેશે.

આવા વહાણો, કાર્ગો અને જહાજ બંદરની હદમાં દાખલ થયાના સમયથી લઈને બંદરના દરવાજાથી કાર્ગો બહાર નીકળવામાં લાગતા સમયની વિગતો પર બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દેખરેખ રાખશે.દેશમાં કોવિડ 19ની બીજી લહેર સંબંધી કટોકટીના વ્યવસ્થાપનમાં ભારત સરકાર ગહન રીતે રોકાયેલી છે અને યોગ્ય તેમજ નવીન ઉપાયો કરીને પરિસ્થિતિનો મુકાબલો કરવા તમામ પગલાં લઈ રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code