1. Home
  2. ગુજરાતી
  3. SVAMITVA સંપત્તિ અંગેના ઈ-કાર્ડ પંચાયતીરાજ દિવસે વહેંચવામાં આવ્યા
SVAMITVA સંપત્તિ અંગેના ઈ-કાર્ડ પંચાયતીરાજ દિવસે વહેંચવામાં આવ્યા

SVAMITVA સંપત્તિ અંગેના ઈ-કાર્ડ પંચાયતીરાજ દિવસે વહેંચવામાં આવ્યા

0
Social Share

(મિતેષ સોલંકી)

  • 24-એપ્રિલ જે પંચાયતીરાજ દિવસ તરીકે ઉજવાય છે તે જ દિવસે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઈ-સંપત્તિ કાર્ડની વહેંચણી કરવામાં આવી.
  • ઉપરોક્ત ઈ-કાર્ડ SVAMITVA (સ્વામિત્વ) યોજના હેઠળ વહેંચવામાં આવ્યા છે જે વર્ષ-2020માં શરૂ કરવામાં આવેલ યોજના છે.
  • SVAMITVA એટલે Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas.
  • લગભગ 4.09 લાખ SVAMITVA કાર્ડની વહેચણી કરવામાં આવી.
  • આ યોજનાથી ગ્રામ્ય ભારતને સંપત્તિની માહિતી એકઠી કરવાનું સંકલિત પ્લેટફોર્મ મળી રહેશે.
  • ઉપરોક્ત યોજના અંતર્ગત ડ્રોન ટેક્નોલૉજીની મદદથી વર્ષ-2020 થી 2024 દરમિયાન જમીનની માપણી/આકારણી કરવામાં આવશે.
  • હાલમાં આ યોજના માત્ર કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં જ લાગુ છે.
  • સ્વામિત્વ યોજનાના કારણે લાભાર્થી પોતાની સંપત્તિની માલિકી આ કાર્ડ દ્વારા દર્શાવીને લોન પણ લઈ શકશે.
  • આ ઉપરાંત યોજનાથી ગ્રામ્ય આયોજન અને ગ્રામ પંચાયત વિકાસ આયોજનને પણ ખૂબ મદદ મળી રહેશે.
  • જમીન સંબંધિત વિવાદોના ઉકેલ માટે પણ આ યોજના ખૂબ ઉપયોગી થઈ પડશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code