1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સી-પ્લેન સેવા માટે ખાનગી ઓપરેટરોને કોઈ રસ નથી, સરકારે પણ પ્રોજેક્ટને હોલ્ટ પર મુકી દીધો
સી-પ્લેન સેવા માટે ખાનગી ઓપરેટરોને કોઈ રસ નથી,  સરકારે પણ પ્રોજેક્ટને હોલ્ટ પર મુકી દીધો

સી-પ્લેન સેવા માટે ખાનગી ઓપરેટરોને કોઈ રસ નથી, સરકારે પણ પ્રોજેક્ટને હોલ્ટ પર મુકી દીધો

0
Social Share

અમદાવાદઃ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સરદાર સરોવર ડેમ સુધી સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ સી-પ્લેનને વારંવાર મેન્ટનન્સ માટે મોકલવું પડતા તેમજ અપુરતા પ્રવાસીઓ મળતા સી-પ્લેન સેવા મહિનાઓથી બેધ પડી છે. રાજ્ય સરકારે સી-પ્લેન સેવા ફરીવાર શરૂ કરવા માટે બીડ મંગાવ્યા હતા. પણ કહેવાય છે કે, તને યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. ખાનગી ઓપરેટરોને પણ સી-પ્લેન ચલાવવામાં રસ રહ્યો નથી, કારણ કે ઓપરેટિંગ ખર્ચ વધી ગયો છે, સામે એટલું વળતર મળતું નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં સર્વપ્રથમ સી-પ્લેન સેવા પ્રારંભ કરવાનું ગૌરવ ગુજરાત ચોકકસ લઈ શકે છે. પરંતુ આ સેવાના પ્રારંભ બાદ અમદાવાદની સાબરમતી રીવરફ્રન્ટથી કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનીટી સુધીની સી-પ્લેન સેવા હવે ભવિષ્યમાં શરૂ થશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. રાજય સરકારે આ સી-પ્લેન સેવા એક સહેલાણી આકર્ષણ તરીકે શરૂ કરી હતી અને તેનો હેતુ ઉમદા હતો કે આપણા જળમાર્ગોનો પણ ઉપયોગ વધે પણ આ સેવામાં સતત વિધ્ન આવ્યા બાદ અને વારંવાર આ સેવા બંધ કરવી પડી હોવાથી હવે રાજય સરકારે સી-પ્લેન પ્રોજેકટને જ હાલ હોલ્ડ પર મુકી દીધો હોવાનું કહેવાય છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, કોઈ ખાનગી ઓપરેટર આ સેવા માટે તૈયાર નથી. જેમાં મુખ્ય કારણ આ સેવાનો સંચાલન ખર્ચ ખૂબ જ ઉંચો આવે છે અને તેથી તે દરેક વર્ગ કે એક ખાસ વર્ગને પણ પોષાય તેવી નથી. બે વર્ષ પૂર્વે 31 ઓકટો.ના રોજ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ આ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો પણ સી પ્લેન સેવા એપ્રિલ 2021માં બંધ કરી દેવામાં આવી હતી. ઉપરાંત સી-પ્લેન સેવા ચાલુ હતી તે દરમિયાન પણ અવારનવાર બંધ કરવાની ફરજ પડી હતી. રાજય સરકારે પણ અગાઉ બજેટ સત્રમાં સ્વીકાર્યુ કે રાજય સરકારે રૂા.7.70 કરોડની રકમ આ સેવાનો પ્રારંભ કરવા માટે ખર્ચ કર્યો છે. અગાઉ ત્રણ ખાનગી કંપનીઓએ આ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરવા બીડ કરી હતી પરંતુ તેના ઉંચા ઓપરેટીંગ ખર્ચ તથા સહેલાણી નહી મળતા હોવાના સર્વે બાદ આ સેવામાં કોઈ ખાનગી ઓપરેટરોએ રસ દાખવ્યો નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code