1. Home
  2. ગુજરાતી
  3. શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ભવનમાં પ્રદર્શનકારીઓ કરી રહ્યા છે મોજ- સોશિયલ મીડિયામાં વીડિયો થયા વાયરલ
શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ભવનમાં પ્રદર્શનકારીઓ કરી રહ્યા છે મોજ- સોશિયલ મીડિયામાં વીડિયો થયા વાયરલ

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ભવનમાં પ્રદર્શનકારીઓ કરી રહ્યા છે મોજ- સોશિયલ મીડિયામાં વીડિયો થયા વાયરલ

0
Social Share
  • શ્રીલંકામાં રાષ્ટ્રપતિના બંગલામાં પ્રદર્શનકારીઓ ના જલ્સા
  • સોશિયલ મીડિયામાં વીડિયો થયા વાયરલ
  • રાષ્ટ્રપતિ ઘરના બેડ પર લોકો કુદકા મારી રહ્યા છે
  • સ્વિમિંગ પુલની લોકો મજા લઈ રહ્યા છે

દિલ્હી –  છેલ્લા ઘણા દિવસો શ્રીલંકામાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકામાં રાજકરણ માં પણ ઉથલપાથલ થઈ રહી છે આવી સ્થિતિમાં હવે સમાચાર સામે આવી રહ્યા છે કે છેલ્લા એક દિવસથી વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવી રહ્યા છે.

વિરોધીઓએ રાષ્ટ્રપતિ ભવનના દરેક ખૂણે ખૂણે-ખૂણે ઘૂસીને સુરક્ષાના દરેક સ્તરમાં પ્રવેશ કર્યો. રવિવારે પણ રાષ્ટ્રપતિ ભવનમાં વિરોધીઓની અવરજવર જોવા મળી હતી. તે જ સમયે, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે વિશે કોઈ સમાચાર નથી.

 આર્થિક સંકટ વચ્ચે પણ જનતાનું પ્રદર્શન ચાલુ છે. 9 જુલાઈના રોજ, વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ્યા જ્યાં સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યા છે.સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો છે જેમાં લોકો રાષ્ટ્રપતિના પલંગ પર સૂતા અને કૂદતા જોવા મળે છે. 

રાષ્ટ્રપતિ ભવન કોઈપણ દેશના સૌથી સુરક્ષિત સ્થળોમાં ગણાય છે. ઘણા દેશોમાં સામાન્ય જનતા રાષ્ટ્રપતિ ભવનના કેટલાક ભાગોમાં પરવાનગી લઈને જઈ શકે છે. તે જ સમયે, સામાન્ય નાગરિક માટે રાષ્ટ્રપતિ ભવન અને રાષ્ટ્રપતિના બેડરૂમમાં બનેલા સ્વિમિંગ પૂલ સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ છે.ત્યારે શ્રીલંકાની પ્રજાએ આ મુશકેલ કામ જાણે સરળ બનાવી દીધૂ છે તેવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

એક તરફ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ ભવનમાંથી ભાગી ગયા છે. બીજી તરફ, શ્રીલંકાના હિંસક પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ભવનની અંદરના રાષ્ટ્રપતિના સ્વિમિંગ પૂલમાં આનંદ માણતા જોવા મળ્યા છે.

આ વીડિયો જોતા એવું લાગે છે કે પ્રદર્શન કારીઓએ કતકનો પૂરો લાભ લીધો છે. આટલું જ નહીં, રાષ્ટ્રપતિ ભવનના સ્વિમિંગ પુલમાં પણ લોકો નાહતા અને મોજ મસ્તી કરતા જોવા મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન વિક્રમસિંઘેના ખાનગી આવાસને ગઈકાલે વિરોધીઓએ સળગાવી દીધું હતું. અભયવર્ધને રાજપક્ષે અને વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેના તાત્કાલિક રાજીનામાની માંગ કરી હતી. કાયમી વડા પ્રધાન અને રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં, સંસદના અધ્યક્ષ કાર્યકારી રાષ્ટ્રપતિ બનશે. ત્યારે હવે પ્રદર્શન કરનારાઓ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરીને મોજ કરતા જોવા મળ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code