1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. PSI ભરતીની મુખ્ય પરીક્ષા 12મી અને 19મી જુને યોજાશે, 5મી જૂનથી કોલલેટર ડાઉનલોડ કરી શકાશે
PSI ભરતીની મુખ્ય પરીક્ષા 12મી અને 19મી જુને યોજાશે, 5મી જૂનથી કોલલેટર ડાઉનલોડ કરી શકાશે

PSI ભરતીની મુખ્ય પરીક્ષા 12મી અને 19મી જુને યોજાશે, 5મી જૂનથી કોલલેટર ડાઉનલોડ કરી શકાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પીએસઆઈની ભરતી માટેની મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. પીએસઆઈ ભરતીની મુખ્ય પરીક્ષા 12 જૂન અને 19 જૂન એમ બે દિવસ માટે યોજાશે. અને આ માટેના કોલલેટર 5 જૂનથી OJASની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. પીએસઆઈ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા મુખ્ય પરીક્ષાની તારીખોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. પીએસઆઈની મુખ્ય પરીક્ષા ગાંધીનગરમાં યોજાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  થોડા દિવસો પહેલાં જ પોલીસ ભરતી બોર્ડ દ્વારા 1832 જગ્યાઓ માટે પ્રિલિમનરી પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 2939 પુરુષ ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા હતા, જ્યારે કુલ 1313 મહિલા ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થઈ હતી.
પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોતાની વેબસાઈટ પર મુખ્ય પરીક્ષા અંગે જાહેરાત કરતાં જણાવવામાં આવ્યું હતું કે, પીએસઆઈ કેડરની મુખ્ય પરીક્ષા તા.12/06/2022 ને રવિવારના રોજ પેપર-1 ગુજરાતી ભાષા અને પેપર-2 અંગ્રેજી ભાષા તથા તા.19/06/2022ને  રવિવારના રોજ પેપર-3 સામાન્ય જ્ઞાન અને પેપર-4 કાયદાકીય બાબતોની પરીક્ષા ગાંધીનગર ખાતે યોજાશે . તા.12/06/2022ના રોજ યોજાનારી પરીક્ષા માટેના કોલલેટર તા.05/06/2022ના રોજ OJASની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે તથા તા.19/06/2022ના રોજ યોજાનારી પરીક્ષા માટેના કોલલેટર તા.12/06/2022ના રોજ પરીક્ષા પૂર્ણ થયા બાદ OJASની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

સૂત્રોના કહેવા મુજબ   પીએસઆઈ ભરતીની પ્રિલિમનરી પરીક્ષા બાદ GPSCની પેટર્ન મુજબ ઉમેદવારોને પાસ ન કરાયા હોવાની અરજી મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. રાજ્ય સરકારે કોર્ટમાં કબૂલાત કરી હતી કે, હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. તેવામાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે, PSI કેડરની કુલ 1382 જગ્યાઓ માટે સીધી ભરતીથી ભરવા માટે 6 માર્ચ 2022ના રોજ પ્રિલિમનરી પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષા માટે 96,269 કોલલેટર ઈશ્યુ કરવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 88,880 ઉમેદવારો પરીક્ષામાં હાજર થયા હતા. અને તેમાંથી 4311 ઉમેદવારોને મેઈન્સ પરીક્ષા માટે ક્વોલિફાય કરવામાં આવ્યા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code