Site icon Revoi.in

ભારતમાં કતારે મજબુત રોકાણ માટે વિશ્વાસ વ્યક્ત કર્યો

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે, નવી દિલ્હીમાં કતારના વિદેશ વેપાર રાજ્યમંત્રી ડૉ. અહેમદ બિન મોહમ્મદ અલ-સૈયદ સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન બંને મંત્રીઓએ ભારત અને કતાર વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.

ચર્ચા દરમિયાન, નાણાંમંત્રીએ વિદેશી રોકાણોને આકર્ષવા માટે છેલ્લા દાયકામાં ભારત દ્વારા લેવામાં આવેલા પરિવર્તનશીલ પગલાં અંગે વાત કરી. કતારના પ્રતિનિધિમંડળે ભારતમાં રોકાણ માટે મજબૂત તકો નોંધીને ભારતના આર્થિક વિકાસ અને તકનીકી પ્રગતિમાં વિશ્વાસ વ્યક્ત કર્યો.