રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી ઉપર કર્યાં આકરા પ્રહાર, ઈન્દિરા ગાંધીનો પણ કર્યો ઉલ્લેખ
નવી દિલ્હીઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. પીએમ મોદી ઉપર દબાણ સામે ઝુકવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીની ટીપ્પણી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનના એક દિવસ બાદ આવી છે. રિપલ્બિકન પાર્ટીના સાંસદોની બેઠકમાં ટ્રમ્પે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી મને મળવા આવ્યા હતા અને કહ્યું કે, સર હું આપને મળી શકું છું. ટ્રમ્પે ભારત ઉપર લગાવેલા ભારે ટેરિફનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે, ભારત હાલ સૌથી વધારે ટેરિફ ચુકવે છે. તેમજ તેણે રશિયા પાસેથી ઓઈલની ખરીદી ખુબ જ ઓછી કરી દીધી છે. ટ્રમ્પના આ નિવેદનને જોડતો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેની કેપ્શનમાં લખ્યું છે કે, ફર્ક સમજો સરજી હતું.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, હવે હું ભાજપ-આરએસએસના લોકોને ખુબ સારી ઓળખુ છું. થોડુ પ્રેશર આપો, થોડો ધક્કો મારો એટલે આ લોકો ડરના માર્યા ભાગી જાય છે. જેમાં ટ્રમ્પે ત્યાંથી ઈશારો કર્યો અહીંથી તેમણે ફોન ઉઠાવી લીધો. ટ્રમ્પે કહ્યું કે, મોદીજી આપ ક્યાં કર રહે છે, અહીં નરેન્દ્રએ સરેન્ડર (આત્મસમર્પણ) કરી લીધું અને જી હજુરી કરતા નરેન્દ્ર મોદીજીએ ટ્રમ્પના ઈશારાઓનું પાલન કર્યું.
1971ના યુદ્ધનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, એક સમયે ભારતએ અમેરિકાના દબાવ છતા મજબુતીથી પોતાનો મક્કમ ઈરાદો વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, તમને એ સમય યાદ હશે, જ્યારે માત્ર ફોન જ ન હતો આવતો પરંતુ સાતમો બેડા આવતું હતું. 1971ના યુદ્ધમાં હથિયાર આવ્યા, વિમાનવાપક જહાજ આવ્યા હતા. જ્યારે ઈન્દિરા ગાંધીએ કહ્યું હતું કે, મારે જે કરવું છું તે જ હું કરીશ. આટલો ફર્ક છે.


