- ભારત જોડા યાત્રા ફરીથી શરુ
- આજે ઉત્તરપ્રદેશ પહોંચશે યાત્રા
કોંગ્રેસ પક્ષ દ્રારા ભારત જોડો યાત્રાની શરુઆત કરવામાં આવી હતી કન્યાકુમારીથી કાશ્મીર સુધી શરૂ થયેલી કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ આજરોજ ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરશે.બ્રેકબાદ આજથી ફરી આ યાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે.રાહુલ ગાંધી દિલ્હીના કાશ્મીરી ગેટ વિસ્તારમાં સ્થિત હનુમાન મંદિરથી પદયાત્રા કરીને બપોરે ગાઝિયાબાદની લોની બોર્ડરથી યુપીમાં પ્રવેશ કરશે. આ યાત્રામાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે ત્રણ દિવસની યાત્રામાં સામેલ થશે.
ઉત્તર પ્રદેશમાં ભારત જોડો યાત્રા 130 કિલોમીટરનું અંતર કાપશે અને પશ્ચિમ યૂપીના 3 જિલ્લામાંથી આ યાત્રા રવાના થશે,ત્રણ દિવસની મુલાકાત દરમિયાન તેઓ યુપીમાં ત્રણ લોકસભા સીટ અને 11 વિધાનસભા સીટ છાવરી લેવાનો પ્રયાસ કરશે.


