1. Home
  2. ગુજરાતી
  3. સમગ્ર સોરઠ પંથકમાં મેઘાની મહેર, ગિરનારના પગથિયા પરથી પાણી વહેવા લાગતા અનોખો નજારો સર્જાયો
સમગ્ર સોરઠ પંથકમાં મેઘાની મહેર, ગિરનારના પગથિયા પરથી પાણી વહેવા લાગતા અનોખો નજારો સર્જાયો

સમગ્ર સોરઠ પંથકમાં મેઘાની મહેર, ગિરનારના પગથિયા પરથી પાણી વહેવા લાગતા અનોખો નજારો સર્જાયો

0
Social Share

જૂનાગઢઃ સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે દિવસ દરમિયાન રાજકોટના ધોરાજીમાં ત્રણ ઈંચ, જુનાગઢના વિસાવદર, વંથલી, પોરબંદરના કુતિયાણા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જુનાગઢ શહેર અને તાલુકામાં આજે મેઘરાજા મનમૂકીને વરસતા ચારેકોર પાણી પાણી કરી દીધા હતા. શહેરમાં સવારે 10 વાગ્યાથી શરૂ થયેલી મેઘમહેર બપોરે 2 વાગ્યા સુધી અવિરત રહી હતી. ચાર કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા. જૂનાગઢ શહેરની સાથે ગિરનાર પર્વત પર પણ ધોધમાર ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતા તળેટીમાં આવેલા દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ હતી. દાતાર પર વરસેલા વરસાદના કારણે પગથિયાં પર ખળખળ પાણી વહેતા થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા.

સમગ્ર સોરઠપંથકમાં મેઘરાજાએ મહેર કરી હતી. જૂનાગઢ શહેરની સાથે સાથે ગરવા ગિરનાર ઉપર પણ અનરાધાર વરસાદ સવારથી વરસી રહયો હતો. જેના પગલે ગીરનાર તળેટીમાં આવેલા પ્રખ્‍યાત દામોદુર કુંડમાં નવા નીર આવ્‍યા હતા. ગિરનાર પરના ભારે વરસાદથી એક તબકકે દામોદર કુંડમાં પગથિયાં સુધી પાણી પહોંચી ગયુ હતુ. દામોદુર કુંડમાં નવા નીરનો નજારો જોવા મોટી સંખ્‍યામાં શહેરીજનો તળેટીમાં ઉમટયા હતા. જયારે સોનરખ અને જૂનાગઢ શહેરમાંથી પસાર થતી કાળવા નદીમાં પણ ઘોડાપુરની સ્‍થ‍િતિ જોવા મળતી હતી. ગિરનાર પર વરસેલા ધોધમાર વરસાદના પગલે ડુંગર પરના ઝરણાં સક્રિય થયા હતા. તો સાથે પાણી પગથિયાં પરથી વહેતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા.ધોધમાર વરસાદના પગલે પગથિયાંઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. જેના લીધે પ્રવાસીઓને નીચે ઉતરવામાં મુશ્કેલી પડી રહી હતી. ગીરનાર પર્વત પર 3 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. જ્યારે દાતાર પર્વત પર પણ મેઘરાજા ઓળઘોળ બનેલ હોય તેમ દાતારની સીડીઓ પર પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા.

આજે રવિવારે સવારથી જૂનાગઢ પર મેઘરાજાની ધીમીધારે મહેર શરૂ થઇ હતી. આ સમયે ગરવા ગિરનાર પર્વતે વરસાદી વાદળોની જાણે ચાદર ઓઢી હોય તેવો અદભુત નજારો જોવા મળતો હતો. શહેર-પંથકમાં શરૂ થયેલી મેઘસવારી 10 વાગ્‍યાથી અવિરત ચાલી રહી હતી અને બપોરે 2 વાગ્‍યા એટલે કે ચાર કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસાવી દેતા શહેરના નીંચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાવા લાગ્‍યા હતા. જયારે રાજમાર્ગો પર વરસાદી પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના પગલે શહેરીજનો વરસાદી મોસમની મજા માણવા ઘરની બહાર નીકળતા જોવા મળતા હતા.વરસાદ અને પવનના કારણે પ્રવાસીઓની સુરક્ષાને ઘ્‍યાને લઇ બપોર બાદ રોપ-વે સેવા અમુક સમય સુઘી બંઘ કરવાની ફરજ પડી હતી. તળેટીમાં આવેલ રોપ-વેના અપર સ્ટેશનથી ગીરનાર પર બિરાજમાન અંબાજી મંદીર તરફ જવા માટેની સુવિધા બંઘ કરવામાં આવી હતી. બંઘ કરાયા પહેલા સવારે રોપ-વે મારફત ગીરનાર પર ગયેલા યાત્રીકોને સલામત રીતે એક ટ્રોલીના માધ્યમથી ધીમે ધીમે કરીને નીચે લાવવામાં આવી રહ્યા હતા. આમ, ભારે વરસાદ અને પવનના કારણે રોપ-વે પરીવહનની સેવાને અસર પહોંચી હતી. રવિવારે સવારથી ગીરનાર પર શરૂ થયેલ ભારે વરસાદ અને પવનના કારણે પ્રવાસીઓની સુરક્ષાને ઘ્‍યાને લઇ બપોર બાદ રોપ-વે સેવા અમુક સમય સુઘી બંઘ કરવાની ફરજ પડી હતી. તળેટીમાં આવેલા રોપ-વેના અપર સ્ટેશનથી ગિરનાર પર બિરાજમાન અંબાજી મંદિર તરફ જવા માટેની સુવિધા બંઘ કરવામાં આવી હતી. બંઘ કરાયા પહેલા સવારે રોપ-વે મારફત ગિરનાર પર ગયેલા યાત્રીકોને સલામત રીતે એક ટ્રોલીના માધ્યમથી ધીમે ધીમે કરીને નીચે લાવવામાં આવી રહ્યા હતા. આમ, ભારે વરસાદ અને પવનના કારણે રોપ-વે પરીવહનની સેવાને અસર પહોંચી હતી.

 

 

 

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code