ગાંધીનગરઃ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. વરસાદ પડવાનો વિસ્તાર 100 તાલુકાની અંદર આવી ગયો છે જ્યારે વરસાદની માત્રા પણ 3 ઈંચની અંદર આવી ગઈ છે. આવા માહોલ વચ્ચે હવામાન વિભાગે 6 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગે આજે ગણેશ ચતુર્થીના દિવસે ગુજરાતના 6 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરતમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.
હવામાનની માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે 27 ઓગસ્ટ 2025, બુધવારના દિવસે અમદાવાદના આકાશમાં 95 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. આજના દિવસે અમદાવાદમાં 1.3 એમએમ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. જ્યારે આજે અમદાવાદમાં 13 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે.