Site icon Revoi.in

ગુજરાતમાં 29 તાલુકામાં પડ્યો વરસાદ, સુરતના ઉંમરપાડામાં 1.77 ઈંચ

Social Share

અમદાવાદ, 22 જુન, 2026 : Rain in 29 talukas, 1.77 inches in Umarpada નૈઋત્યનું ચોમાસુ ગુજરાત તરફ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. પ્રિ-મોન્સુન એક્ટિવિટીને લીધે આજે ગુજરાતમાં બપોર સુધીમાં 29 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સુરતના ઉંમરપાડામાં પોણા બે ઈંચ (1.77 ઈંચ) વરસાદ પડ્યો હતો. જ્યારે સાગબારામાં 1.54 ઈંચ, વલસાડમાં 1.18 ઈંચ, સુરતના અરેઠમાં એક ઈંચ તેમજ સુરત પારડી, વાલોદ, ઉકાઈ, ગણદેવી નવસારી, ધરમપુર, ચીખલી, સહિત  25 તાલુકામાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા છે. વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીથી રાહત મેળવી છે. દરમિયાન હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે.

 ગુજરાતમાં આ વર્ષે ‘અલ-નીનો’ પેટર્ન અને સાયક્લોનિક અસરોના કારણે ચોમાસુ લંબાયું છે. સાર્વત્રિક વરસાદ ન થતાં ખેડૂતોની વાવણી ખોરંભાઈ છે. જોકે, આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના 29 તાલુકામાં વરસાદ પડ્યો છે. સુરત શહેર અને તેના આસપાસના વિસ્તારો, વલસાડ, નવસારીના ઇટાળવા-જમાલપોર, તાપીના વ્યારા-વાલોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે. આજે સવારના 6થી 12 વાગ્યા સુધીમાં 29 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં પોણા બે ઈંચ અને વલસાડમાં 1.18 ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરતમાં પણ 4 કલાકમાં સરેરાશ 1 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લિંબાયતનું ગરનાળું બેટમાં ફેરવાઈ જતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે વલસાડમાં પણ ધોધમાર વરસાદથી શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. વલસાડ અને મુઘરાવાળીને જોડતો મુખ્ય માર્ગ પરના મુઘરાવાળી રેલવે અડંરપાસમાં પાણી ભરાતા વિદ્યાર્થી સહિત નાગરિકો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, 23 જૂન આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશાના વધુ ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ છે, જે બાદ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે.

Exit mobile version