રામ ચંદ્ર પૌડેલ બનશે નેપાળના નવા રાષ્ટ્રપતિ – ચૂંટણીમાં સુભાષ ચંદ્ર નેમ્બાગને મળી હાર
- રામ ચંદ્ર પૌડેલ બનશે નેપાળના નવા રાષ્ટ્રપતિ
- સુભાષ ચંદ્ર નેમ્બાગને મળી હાર
દિલ્હીઃ- નેપાળમાં આજે રાષ્ટ્રપતિ ચૂંટણી થઈ છે. દેશના ચૂંટણી પંચે ચૂંટણી પરિણામ જાહેર કર્યું થે જેથી હવે દેશને નવા રાષ્ટ્રપતિ મળ્યા છે.રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન સંસદ ભવનમાં યોજાયું હતું. ચૂંટણી પંચે બે અલગ-અલગ મતદાન મથકો સ્થાપ્યા હતા, એક સંઘીય સંસદસભ્યો માટે અને બીજુ પ્રાંતીય વિધાનસભાના સભ્યો માટે. ત્યારે હવે તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
પરિણામ મુજબ રામ ચંદ્ર પૌડેલ નેપાળના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય આવ્યા છે તેમણે પૌડેલે સુભાષ ચંદ્ર નેમ્બાંગને હરાવીને જીત હાંસલ કરી છે. નેપાળના ચૂંટણી કમિશનરે માહિતી શેર કરી હતી અને જણાવ્યું હતું કે પૌડેલે 33,802 ઈલેક્ટોરલ વોટ મેળવ્યા, જ્યારે તેમના હરીફ સુભાષ ચંદ્ર નેમ્બાંગે 15,518 ઈલેક્ટોરલ વોટ મળ્યા હતા જેથી તેઓ હાર્યા હતા.
રામ ચંદ્ર પૌડેલે નેપાળી કોંગ્રેસ અને CPN (માઓવાદી કેન્દ્ર) સહિત આઠ પક્ષોના ગઠબંધનમાંથી 214 સાંસદો અને 352 પ્રાંતીય વિધાનસભા સભ્યોના મત મેળવ્યા હતા. નેપાળી કોંગ્રેસના પ્રમુખ શેર બહાદુર દેઉબાએ ટ્વીટ કર્યું કે મારા મિત્ર રામ ચંદ્ર પૌડેલને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન.
ચૂંટણી પંચના પ્રવક્તા શાલિગ્રામે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 518 પ્રાંતીય એસેમ્બલી સભ્યો અને ફેડરલ સંસદના 313 સભ્યોએ મતદાન કર્યું હતું. 2008માં પ્રજાસત્તાક બન્યા બાદ નેપાળમાં આ ત્રીજી રાષ્ટ્રપતિની ચૂંટણી છે.ટણી પંચે બુધવારે ચૂંટણીની તમામ તૈયારીઓ અને પરિણામોની માહિતી આપી હતી. સંસદના લોત્સે હોલમાં રાષ્ટ્રપતિ પદ માટે મતદાન થયું હતું. નેપાળી કોંગ્રેસના ઉમેદવાર રામ ચંદ્ર પૌડેલ CPN-UML નેતા અને ઉપાધ્યક્ષ સુભાષ ચંદ્ર નેમ્બાંગ સામે હતા. નેપાળના રાષ્ટ્રપતિ પદ માટે મતદાન સવારે 10 વાગ્યે શરૂ થયું હતું અને બપોરે 3 વાગ્યા સુધી ચાલ્યું હતું.