1. Home
  2. ગુજરાતી
  3. રાનુ મંડલ ઈઝ બેક – દિપીકા ખિચલીયાની આગામી ફિલ્મ ‘સરોજિની’માં સોંગ ગાતી જોવા મળશે રાનુ મંડલ
રાનુ મંડલ ઈઝ બેક –  દિપીકા ખિચલીયાની આગામી ફિલ્મ ‘સરોજિની’માં સોંગ ગાતી જોવા મળશે રાનુ મંડલ

રાનુ મંડલ ઈઝ બેક – દિપીકા ખિચલીયાની આગામી ફિલ્મ ‘સરોજિની’માં સોંગ ગાતી જોવા મળશે રાનુ મંડલ

0
Social Share
  • રાનુ મંડલ ઈઝ બેક
  • ફરીથી રાનુ તેનો સુરીલા અવાજનો જાદુ ચલાવશે
  • દિપીકા ખિચલીયાની ફિલ્મમાં ગાશે સોંગ
  • સરોજિની બાયોપિકમાં ચાલશે રાનૂનો જાદુ

એક્ટ્રેસ દિપીકા ખિચલીયા તેની ફિલ્મ સરોજિનીને લઈને ખુબ જ ચર્ચામાં છે, જે એક બાયોપિક ફિલ્મ છે, તે પોતે ફિલ્મમાં સરોજિની નાયડૂંનો રોલ પ્લે કરશે, ત્યારે હવે આ ફિલ્મના સોંગ રાનુ મંડલ ગાવા જઈ રહી છે, દિપીકાએ આ બાબતે સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે.

દિપીકાએ જણાવ્યું કે, મારી ફિલ્મ,,સરોજિની….ઘીરજ મિશ્રા દ્વારા લખવામાં આવેલા સોંગ રાનૂ મંડલ ગાય રહી છે, દિપીકાએ એક વીડિયો પણ શેર કર્યો છે, આ વીડિયોમાં રાનૂ મંડલ જણાવી રહી છે કે, તે ઘીરજ મિશ્રા સાથે કામ કરી રહી છે,તે સરોજિનીના સોંગ ગાય રહી છે, આ ફિલ્મના તમામ સોંગ રાનૂ જ તેના સૂરમાં ગુનગુનાતી જોવા મળશે,રાનૂએ કહ્યું કે, મને આશા છે કે આ પહેલા મને જે તમે પ્યાર આપ્યો છે તે આગળ પણ આપતા રહેશો.

ઉલ્લેખનીય છે કે વિતેલા વર્ષ દરમિયાન રાનૂ મંડલ રેલ્વે પર સોંગ ગાતા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી ત્યાર બાદ રાતોરાત તે અચાનક સેલિબ્રીટી બની ગઈ હતી. તેણે હિમેશ રેશમિયા સાથે પણ સોંગ ગાયું હતુ અને ખુબ જ નામના મેળવી હતી.

જો કે તેના મેકઅપ અને તેના સ્વભાવમાં આવેલા પરિવર્તનને લઈને દર્શકોએ તેને ખુબ જ ટ્રોલ પણ કરી હતી ત્યારે હવે ફરી રેલ્વેના સફરથી કરીયરની શરુઆત કરનારી રાનૂ મંડલ ફિલ્મના સોંગ ગાવા જઈ રહી છે.ત્યારે હવે જોવું રહ્યું કે, શું રાનૂ મંડલ સફળ થશે કે નહી.અને જો તે સફળ થશે તો તેની સફળતા પચાવી શકશે કે કેમ. તે તો હવે આ ફિલ્મના સોંગ રિલીઝ થયા બાદ જ જાણી શકાશે.

સાહીન-

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code