1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છમાં ઘેટા ઊન વિકાસ નિગમ કચેરીને તાળાં લાગવાની તૈયારી
કચ્છમાં ઘેટા ઊન વિકાસ નિગમ કચેરીને તાળાં લાગવાની તૈયારી

કચ્છમાં ઘેટા ઊન વિકાસ નિગમ કચેરીને તાળાં લાગવાની તૈયારી

0
Social Share

ભુજ :  ઘેટા-ઊન વિકાસ નિગમને કાયમી ધોરણે તાળાં મારવામાં આવે તેવી શક્યતા છે.રાજયમાં સર્વાધિક ઘેટાં ધરાવતા કચ્છ જિલ્લામાં ઘેટા ઊન વિકાસ નિગમની કચેરીને તાળાં મારવાની તૈયારી કરી લેવાઈ હોય તેમ છેલ્લા બે વર્ષથી નિગમ હસ્તક થતાં યોજનાકિય કામો બંધ થઈ જવા સાથે માત્ર એક પશુ ચિકિત્સા અધિકારી અને બે ચોથા વર્ગના કર્મચારીઓના સહારે કચેરીનો વહિવટ માત્ર ઐાપચારિકતાપૂર્વક ચાલી રહયો છે. જો ઘેટા ઊન વિકાસ નિગમની કચેરી બંધ થાય તો ઘેટાપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા વર્ગને મોટો ફટકો વેઠવાનો વારો આવશે તેવી ભીતિ વ્યકત કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ માત્ર કચ્છની’ જ નહિ રાજયમાં અન્ય ચાર પ્રાદેશિક કચેરીઓમાં સ્ટાફ ઘટની સ્થિતિ આવી જ વિકટ જોવા મળી રહી છે. રાજયમાં કચ્છ સહિતની પાંચ રિજીયોનલ ઓફિસમાં હાલ 15નો કાયમી સ્ટાફ ફરજ બજાવી રહયો છે. કચ્છની ઘેટા-ઊન વિકાસ નિગમ કચેરીમાં ફરજ બજાવતા અધિકારીને જિલ્લા કે તાલુકા કક્ષાની કોઈ બેઠકમાં કે પશુ આરોગ્ય તપાસણી કરવા સહિતની કામગીરી કરવા જવાનું થાય તો કચેરીને ફરજિયાત તાળું મારીને જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે. લગભગ પાંચેક વર્ષ પૂર્વે નિગમ હસ્તક થતી ઊનની ખરીદી વૈશ્વિક સ્તરે વેચવાલી ઘટતાં બંધ થયા બાદ તબકકાવાર સ્ટાફ ઘટવા લાગતાં મહેકમની ઘટના લીધે વિતેલા બે વર્ષ કરતા વધુના સમયગાળાથી યોજનાકિય કામો પણ બંધ થઈ ગયા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ભુજ ખાતે નિગમની કચેરી  કામ કરતી થઈ ત્યારે 50નું મહેકમ મંજુર થયું હતું. તબકકાવાર આ મહેકમ ઘટતું ગયું હતું. હાલની સ્થિતિએ 24ના મંજુર મહેકમ સામે માત્ર એક પશુ ચિકીત્સા અધિકારીની જગ્યા ભરાયેલી છે. 2019ના આંકડા અનુસાર કચ્છમાં ઘેટાંની સંખ્યા 6.10 લાખથી વધુ છે તે ગાય અને ભેંસ કરતા પણ વધુ છે આમ છતાં અછતના કપરા કાળ સહિતના સમયે ગાય ભેંસ સહિતને માટે ઘાસચારાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવા સહિતના કાર્યો ઘેટાં માટે તો કરવામાં આવતાં નથી. કચ્છમાં લગભગ પથી 6 હજાર પરિવાર ઘેટાં પાલનના વ્યવસાય પર પોતાનું ગુજરાન ચલાવી રહયા છે. ત્યારે કાળક્રમે આ ઉદ્યોગ પર પણ સંકટ સર્જાઈ રહયાની સ્થિતિનું સર્જન થઈ રહયું છે.ખાવડા રોડ પર આવેલી ઘેટા ઊન વિકાસ નિગમની કચેરીની સાથે સ્ટાફ કવાર્ટર ગોડાઉનની સહિતની માળખાકિય સુવિધા તો ઉભી કરવામાં આવી છે પણ કયાંક ને કયાંક મહેકમ ઘટના કારણે કવાર્ટર પણ ખાલીખમ પડયા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, કચ્છના ઘેટા પાલનના વ્યવસાય સાથે સંકળાયેલા માલધારીઓએ મહિના પહેલા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવી પોતાની વ્યથા ઠાલવવા સાથે જો ઘેટા ઊન વિકાસ નિગમની કચેરી બંધ થઈ જાય તો નાના માલધારી વર્ગની મુશ્કેલીઓમાં અનેકગણો વધારો થવાની દહેશત પણ વ્યકત કરવામાં આવી હતી.

ગુજરાતમાં ઘેટા ઊન વિકાસ નિગમની વડી કચેરી પાટનગર ગાંધીનગરમાં છે. આ ઉપરાંત ભુજ,જસદણ, ભાવનગર, આશેડા, જામનગરમાં ઘેટા ઊન વિકાસ નિગમની પ્રાદેશિક કચેરીઓ આવેલી છે. ભુજ જેવી જ હાલત રાજયની તમામ ઘેટા ઉન વિકાસ નિગમની રિજીયોનલ કચેરીઓની છે. મુળ ઉદેશ સાથે આ નિગમની કચેરી કાર્યરત થઈ તે ઊનની ખરીદી જ છેલ્લા ચાર વર્ષથી બંધ કરવામાં આવી છે. ઊનની ખરીદી બંધ કરી દેવાતાં આ વ્યવસાય સાથે સંકળાયેલા વર્ગની હાલાકીમાં અનેકગણો વધારો થયો છે. ઊનની ખરીદી બંધ થઈ તે પછવાડે જે કારણો રજુ કરવામાં આવી રહયા છે તેની પાછળ કોઈ નકકર તર્ક દેખાતો નથી. પશુપાલન વિભાગ પણ આ મુદે જાગૃત થાય તેવી લાગણી વ્યકત કરવામાં આવી રહી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code