1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વેબસાઇટ “સેવાગાથા”ની ગુજરાતી આવૃત્તિનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વેબસાઇટ “સેવાગાથા”ની ગુજરાતી આવૃત્તિનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વેબસાઇટ “સેવાગાથા”ની ગુજરાતી આવૃત્તિનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

0
Social Share
  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગુજરાતી વેબસાઇટ “સેવાગાથા”નું લોકાર્પણ
  • RSSના સહ સરકાર્યવાહ ડૉ. મનમોહનજી વૈદ્યના હસ્તે કરાશે લોકાર્પણ
  • આજે સાંજે 5.30 કલાકે યોજાશે કાર્યક્રમ

અમદાવાદ: સમાજમાં અનેક એવા લોકો છે જે મૂળભૂત અને પાયાની જરૂરિયાતથી વંચિત રહી જાય છે તો કેટલાક લોકો એવા પણ છે જે આર્થિક કે સામાજીક રીતે કેટલીક જરૂરિયાતોથી વંચિત રહી જાય છે અને તેને કારણે તેઓની પ્રગતિ પણ થઇ શકતી નથી. સમાજમાં અનેક પ્રકારના સેવાકાર્યો દ્વારા એક સશક્ત રાષ્ટ્ર નિર્માણના ભાવને RSS હરહંમેશ જાગૃત રાખે છે અને સેવાથી જ સમાજના એવા જરૂરિયાત મંદોની આવશ્યકતાઓને પરિપૂર્ણ કરે છે.

સંઘ દ્વારા કરાતા સેવાકાર્યો અને પ્રેરક વાતોને સંઘના સેવાવિભાગ દ્વારા વેબસાઇટ ‘સેવાગાથા’ પર નિયમિતપણે મૂકવામાં આવે છે જેથી સમાજના અન્ય લોકોને પણ સમાજમાં જરૂરિયાતમંદોની સેવા કરવા માટે પ્રેરણા મળતી રહે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવતા સેવાકાર્યોના માધ્યમથી સમાજમાં આવેલા પરિવર્તનની અનુભૂતિ એટલે સેવાગાથા.

અત્યારે આ સેવાગાથાની વેબસાઇટ હિંદી છે ત્યારે હવે આ પ્રેરક વાતો અને ઘટનાઓનું સંકલન હવે ગુજરાતી ભાષામાં પણ વાંચવા મળશે. હવે “સેવાગાથા”ની ગુજરાતી વેબસાઇટનું લોકાર્પણ થવા જઇ રહ્યું છે.

સેવા વિભાગની આ માહિતીસભર વેબસાઇટની ગુજરાતી આવૃત્તિનું લોકાર્પણ આજે સાંજે 5.30 કલાકે ડૉ. મનમોહનજી વૈદ્ય (સહ સરકાર્યવાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)નાં હસ્તે થશે.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સુવર્ણચંદ્રક વિજેતા, પેરા ઓલિમ્પિક, ટેબલ ટેનિસ પ્લેયર ભવીના પટેલ અને ખ્યાતિ પ્રાપ્ત યુટ્યૂબર ડી. કે. દુબેજી ઉપસ્થિત રહેશે.

તમે પણ આ કાર્યક્રમમાં ઑનલાઇન ઉપસ્થિતિ નોંધાવી શકો છો.

લાઈવ કાર્યક્રમમાં જોડાવા માટેની લિંક

youtube.com/c/sewagatha

facebook.com/sewagatha.org

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code