1. Home
  2. ગુજરાતી
  3. સીરો સર્વે: અમદાવાદના 81% લોકોમાં કોવિડ એન્ટિબોડી મળ્યા
સીરો સર્વે: અમદાવાદના 81% લોકોમાં કોવિડ એન્ટિબોડી મળ્યા

સીરો સર્વે: અમદાવાદના 81% લોકોમાં કોવિડ એન્ટિબોડી મળ્યા

0
Social Share
  • અમદાવાદમાં પાંચમો સીરો સર્વે હાથ ધરાયો
  • અમદાવાદમાં 81 ટકા લોકોમાં કોવિડ એન્ટિબોડી મળ્યા
  • દક્ષિણ-પશ્ચિમ ઝોનની સાથે દક્ષિણ ઝોનની 87% વસ્તીમાં પણ કોવિડ એન્ટીબોડી છે

અમદાવાદ: કોરોનાની બીજી લહેર હવે શાંત પડી છે ત્યારે અમદાવાદમાં એન્ટિબોડીને લઇને સર્વે કરવામાં આવ્યો હતો. પાંચમાં સીરો સર્વે અનુસાર અમદાવાદના દક્ષિણ-પશ્વિમ ઝોનમાં રહેલા લોકોમાં એન્ટિબોડીનું લેવલ સૌથી વધુ જોવા મળ્યું હતું. આ ઝોનમાંથી લેવાયેલા સેમ્પલમાંથી 87 ટકા વસ્તીમાં કોવિડ એન્ટિબોડી મળી આવ્યા છે.

આપને જણાવી દઇએ કે કોરોનાની બીજી લહેર પછી 28 મેથી 3 જૂન વચ્ચે પાંચમો સીરો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

AMCએ 5,000 જેટલા લોકોના સેમ્પલ લીધા હતા અને તેમાંથી એકંદરે 81.63% સીરો પોઝિટિવિટી મળી છે. સીરો સર્વેના પ્રાથમિક પરિણામમાં 70 ટકાથી વધુ અમદાવાદીઓમાં કોવિડ એન્ટિબોડી મળ્યા છે.

દક્ષિણ-પશ્ચિમ ઝોનની સાથે દક્ષિણ ઝોનની 87% વસ્તીમાં પણ કોવિડ એન્ટીબોડી છે. આ ઝોનમાં મણીનગર, ઈન્દ્રપુરી, કાંકરિયા, વટવા, લાંભા અને બહેરામપુરાનો સમાવેશ થાય છે. આ બંને ઝોનમાં હાઈ સીરોપોઝિટિવિટી બે પરિબળોને આભારી છે- ડેલ્ટા વેરિયંટ ઈન્ફેક્શન અને રસીકરણ.

2020માં જૂન, ઓગસ્ટ અને ઓક્ટોબર દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ત્રણ સીરો સર્વે પૂરા કર્યા હતા. આ સર્વેના પરિણામ મુજબ લીધેલા સેમ્પલમાંથી અનુક્રમે 17.6%, 23.2% અને 24.2% વસ્તીમાં એન્ટીબોડી હતા.

લેટેસ્ટ સીરો સર્વે પ્રમાણે, મહિલાઓની સરખામણીએ પુરુષોમાં સીરોપોઝિટિવિટી વધુ છે. પુરુષોના 1900 સેમ્પલ લેવાયા હતા જેમાંથી 82%માં એન્ટીબોડી મળી આવ્યા છે, જ્યારે મહિલાઓના 2100 સેમ્પલમાાંથી 81%માં એન્ટીબોડી મળ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code