1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના SG હાઇવે પરની ગણેશ મેરેડિયનમાં લાગી આગ, આગ પર કાબૂ મેળવવાના ફાયર બ્રિગેડના પ્રયાસો શરૂ
અમદાવાદના SG હાઇવે પરની ગણેશ મેરેડિયનમાં લાગી આગ, આગ પર કાબૂ મેળવવાના ફાયર બ્રિગેડના પ્રયાસો શરૂ

અમદાવાદના SG હાઇવે પરની ગણેશ મેરેડિયનમાં લાગી આગ, આગ પર કાબૂ મેળવવાના ફાયર બ્રિગેડના પ્રયાસો શરૂ

0
Social Share
  • અમદાવાદની ગણેશ મેરેડિયનની લાગી આગ
  • ગણેશ મેરેડિયનના 8માં માળે લાગી આગ
  • ફાયર બ્રિગેડની ટીમનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ

નવી દિલ્હી: અમદાવાદમાં આગની બીજી ઘટના બનતા આજે અમદાવાદના SG હાઇવે પર સ્થિત ગણેશ મેરેડિયન બિલ્ડિંગમાં આગ લાગી છે. ગણેશ મેરેડિયનના બ્લોક નં 8માં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

અમદાવાદના SG હાઇવે પર આવેલી ગણેશ મેરેડિયન કોર્પોરેટ બિલ્ડિંગમાં બ્લોક નં 8માં આગ લાગતા સ્થાનિકોમાં ફફડાટ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ફાયર વિભાગની ઘટનાને જાણ કરાઇ છે અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો થઇ રહ્યા છે. જો કે આગ ક્યા કારણોસર લાગી તે અંગે હજુ કોઇ જાણકારી મળી નથી.

જો કે પ્રાથમિક માહિતી પ્રમાણે શોટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સદનસીબે જાનહાનિના કોઇ સમાચાર મળ્યા નથી. સ્થાનિકોમાં ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે.

અગાઉ અમદાવાદના રિલીફ રોડ પર પણ આગની ઘટના ઘટી હતી. રિલીફ રોડ પરના કોમ્પ્લેક્સમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code