1. Home
  2. ગુજરાતી
  3. ઇલેક્ટ્રિક વાહનની સબસિડી માટે આ રીતે કરી શકો છો એપ્લાય, તમારા ખાતામાં પૈસા આવી જશે

ઇલેક્ટ્રિક વાહનની સબસિડી માટે આ રીતે કરી શકો છો એપ્લાય, તમારા ખાતામાં પૈસા આવી જશે

0
Social Share
  • રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વાહનો માટે આપી રહી છે સબસિડી
  • આ માટે તમારે ઑનલાઇન ડિજીટલ ગુજરાતમાં કરવી પડશે અરજી
  • અહીંયા જાણો કઇ રીતે કરશો અરજી

અમદાવાદ: દેશમાં કમરતોડ મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ રોકેટ ગતિએ વધી રહ્યા છે અને અનેક શહેરોમાં તો ભાવ રેકોર્ડ 100 રૂપિયાને પાર પહોંચી ચૂક્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ પર આપવામાં આવી રહેલી સબસિડીના કારણે છેલ્લા કેટલાક દિવસથી ઇ-વ્હીકલની માંગમાં ઉછાળો જોવા મળ્યો છે. આપને જણાવી દઇએ કે તાજેતરમાં સરકારે પર્યાવરણના સંવર્ધન હેતુસર પર્યાવરણલક્ષી વાહનોને પ્રમોટ કરવા માટે ઇ-વ્હીકલ પોલિસી જાહેર કરી હતી.

ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રીક વાહનો અંગે પોતાની પોલીસી જાહેર કરતાની સાથે જ અનેક નાગરિકો ઇલેક્ટ્રીક વાહનો ખરીદવા માટે દોડાદોડી કરી રહ્યા છે. ઇલેક્ટ્રીક વાહનો પ્રમાણમાં સસ્તા હોવા ઉપરાંત ઇંધણકાર્યપ્રણાલીની દ્રષ્ટીએ પણ ખુબ જ સસ્તા પડે છે. આ ઉપરાંત સરકાર દ્વારા પણ મોટુ ડિસ્કાઉન્ટ અપાતું હોવાના કારણે હવે ઇલેક્ટ્રીક વાહનોની માંગમાં અચાનક ઉછાળો આવ્યો છે.

આ રીતે તમે સબસિડી મેળવી શકો છો

ઇલેક્ટ્રિક વ્હિકલ પોલિસી અંતર્ગત સબસિડી પ્રાપ્ત કરવા માટે અરજદારે ડીજટલ ગુજરાત પર અરજી કરવાની રહેશે. વાહનવ્યવહાર કમિશનર અનુસાર, અહીં અરજી કરનાર અરજદારને સબસિડી સીધી જ તેના ખાતામાં ટ્રાન્સફર કરી આપવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી-2021 જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત તા. 01 જુલાઇ 2021 થી રાજ્યમાં નોંધાયેલા ઈલેક્ટ્રીક વાહનો ખરીદનારને સબસીડી ચુકવાશે. ઈ-વ્હીકલ પોલીસી-2021 અંતર્ગત નાગરિકો સબસીડીનો લાભ મેળવી શકે તે હેતુસર અરજદારે ગુજરાત સરકારના ડીજીટલ ગુજરાત પ્લેટફોર્મ (www.digitalgujarat.gov.in) પર રજીસ્ટ્રેશન કરી પોતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પ્રોસેસથી મળશે સબસિડી

અરજીની સાથે વાહનનો નોંધણી નંબર, વાહન માલિકનો મોબાઈલ નંબર તથા તેમના નામના બેંક એકાઉન્ટનો નંબર અને IFSC કોડની વિગતો આપવાની રહેશે. તે ઉપરાંત કેન્સલ કરેલ ચેક/પાસબુકનું પ્રથમ પાન અપલોડ કરવાનું રહેશે. સબસીડી મેળવવા માટેની ઓનલાઈન અરજી અંગે કોઇ ફી ચુકવવાની રહેશે નહીં તેવી પણ સ્પષ્ટતા કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code