1. Home
  2. ગુજરાતી
  3. જામનગર મનપાની ચૂંટણી 2021: જાણો અત્યારસુધી ક્યાં વોર્ડમાં કેટલું થયું મતદાન
જામનગર મનપાની ચૂંટણી 2021: જાણો અત્યારસુધી ક્યાં વોર્ડમાં કેટલું થયું મતદાન

જામનગર મનપાની ચૂંટણી 2021: જાણો અત્યારસુધી ક્યાં વોર્ડમાં કેટલું થયું મતદાન

0
Social Share
  • જામનગરમાં બપોરે 1 વાગ્યા સુધી કુલ 28 ટકા મતદાન નોંધાયું
  • જામનગરમાં યુવાનોથી માંડીને વૃદ્વો તેમજ દિવ્યાંગોમાં લોકશાહીના આ પર્વને લઇને ઉત્સાહ
  • દરેક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં શહેરમાં 645 મતદાન મથકો પર મતદાન શરૂ થઇ ગયું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં જામનગરમાં 28 ટકા મતદાન થયું છે. પહેલા એક કલાકમાં માત્ર 3 ટકા મતદાન થયું હતું પરંતુ ધીરે-ધીરે મતદારો મત આપવા મતદાન મથકે પહોંચી રહ્યાં છે. જામનગરમાં યુવાનોથી માંડીને વૃદ્વો તેમજ દિવ્યાંગોમાં લોકશાહીના આ પર્વની ઉજવણી માટે મતદાન મથકે પહોંચી રહ્યા છે અને પોતાના મતાધિકારોનો ઉપયોગ કરી રહ્યા છે.

જાણો અત્યારસુધી કેટલું થયું મતદાન

ક્યાં વોર્ડમાં કેટલું મતદાન

મહિલાઓમાં અનેરો ઉત્સાહ
વોર્ડ નંબર 8માં મહિલાઓમાં મતાધિકારને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓ મતદાન મથકે પહોંચી રહી છે અને પોતાના અમુલ્ય મત આપી રહ્યાં છે. વોર્ડ નંબર ૮માં હરિયા સ્કૂલના બુથ પર મહિલાઓ પહોંચી હતી અને મત આપ્યો હતો.

64 બેઠક માટે ચૂંટણી જંગમાં ઝંપલાવનાર 236 ઉમેદવારો મેદાનમાં
જામ્યુકોના 16 વોર્ડની 64 બેઠક માટે ચૂંટણી જંગમાં ઝંપલાવનાર 236 ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં કેદ થશે. જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 64 બેઠક માટેના ચૂંટણી જંગમાં કુલ 343 ઉમેદવારે 427 ફોર્મ ભર્યા હતાં. ફોર્મની ચકાસણીના અંતે 248 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા હતાં. જેમાંથી 12 ઉમેદવારે નામાંકન પત્ર પરત ખેંચી લીધા હતાં. આથી જામ્યુકોના ચૂંટણી જંગમાં 236 ઉમેદવાર મેદાનમાં છે.

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોલીસ તંત્ર દ્રારા પણ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાઇ રહયો છે.જિલ્લા પોલીસ વડા દિપન ભદ્રન,ચાર ડીવાયએસપીઓ, 14 પોલીસ ઇન્સપેકટરો અને 36 પોલીસ સબ ઇન્સપેકટર સહિતના જુદા જુદા ડીવીઝનનોના અધિકારીઓ તેમજ પોલીસ,હોમગાર્ડઝ અને એસઆરપી જવાનો સહિત 2200 કર્મચારીઓ સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યાં છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code