Homeગુજરાતીકોરોનામાં રાહતઃ- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 67 હજાર કેસ , એક્ટિવ કેસો...

કોરોનામાં રાહતઃ- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 67 હજાર કેસ , એક્ટિવ કેસો પણ  8 લાખની અંદર

  • કોરોનાના કેસમાં ઘટાડો
  • 24 કલાકમાં નોંધાયા 67 હજાર કેસ

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ધીમી પડી રહી છે, ત્યારે દેશમાં હવે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી રહી છે ત્યારે જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો બુધવારે દેશમાં કોરોના વાયરસના 67 હજાર 84 નવા કેસ જોવા મળ્યા અને 1 હજાર 241 દર્દીઓના મોત થયા છે

તો બીજી તરફ કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 67 હજારક 882 લોકો સાજા પણ થયા છે. હાલમાં જો એક્ટિવ કેસોની વાત કરવામાં આવે તો તે 8 લાખની પણ ઓછા છે, એક્ટિવ કેસની સંખ્યા , 7 લાખ 90 હજાર 789  જોવા મળે છે

દેશભરમાં હવે કોરોનાનો સંક્રમણ દર પર ઓછો થયો છેસંક્રમણ દર માત્ર  1.86 ટકા નોઁધાયો છે. તે જ સમયે, દૈનિક હકારાત્મકતા દર 4.44 ટકા જોવા મળે  છે, જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 6.58 ટકા નોંધાયો છે.

સંબંધિત લેખો

Most Popular