1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યમાં નિવૃત્ત અધ્યાપકોને 7મા પગાર પંચનો લાભ મળશે, શાળાઓમાં આચાર્યની ભરતીઓ કરાશે
રાજ્યમાં નિવૃત્ત અધ્યાપકોને 7મા પગાર પંચનો લાભ મળશે, શાળાઓમાં આચાર્યની ભરતીઓ કરાશે

રાજ્યમાં નિવૃત્ત અધ્યાપકોને 7મા પગાર પંચનો લાભ મળશે, શાળાઓમાં આચાર્યની ભરતીઓ કરાશે

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં અધ્યાપકોના વણઉકલ્યા પ્રશ્નો માટે તાજેતરમાં જ અધ્યાપક મંડળના અગ્રણીઓને ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ આજે સરકારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં નિવૃત થયેલા અધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ અપાશે. અધ્યાપકોને પ્રમોશન માટે CCC અને હિન્દી પરીક્ષામાંથી મુક્તિ મળશે, તેમજ શાળા-કોલેજોમાં આચાર્યોની ખાલી જગ્યાઓ સત્વરે ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યની વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓમાં કાર્યરત અધ્યાપકોને પ્રમોશન માટે CCC અને હિન્દી પરીક્ષામાંથી મુક્તિ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં અંદાજે 3500થી વધુ અધ્યાપકોને લાભ થશે. તા. 01-01-2023 પછી જે અધ્યાપકો CAS હેઠળ પ્રમોશન મળવાપાત્ર હશે તેવા અધ્યાપકોએ CCC પ્લસ તથા હિન્દી/ગુજરાતી પરીક્ષા પાસ કરવાની રહેશે. કોલેજોના અધ્યાપકોને તેમની સેવાઓ દરમિયાન પ્રમોશન માટે CCC પ્લસ તથા હિન્દી/ગુજરાતી પરીક્ષા પાસ કરવી ફરજિયાત હતી. હવેથી આ પરીક્ષામાં મુક્તિ આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અધ્યાપકો માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે.

શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે,  અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ, ગુજરાત રાજય મહાવિદ્યાલય શૈક્ષિક સંધ, ગુજરાત રાજય અધ્યાપક મહામંડળ, ગુજરાત રાજય સરકારી અધ્યાપક મંડળ જેવા વિવિધ અધ્યાપક મંડળોની સતત રજુઆતોને ધ્યાનમાં લઇ ગુજરાત સરકાર ધ્વારા ગુજરાત રાજયના ઉચ્ચ શિક્ષણના અનેક પ્રશ્નોનો ઉકેલ લાવી દીધો છે. જેમાં નોકરીમાં કાર્યરત તથા નિવૃત્ત થયેલા પ્રાધ્યાપકોને આર્થિક તથા વ્યવસાયિક તકલીફો પડતી હતી. ગુજરાત રાજયના કોલેજ તથા યુનિવર્સિટીના પ્રાધ્યાપકોના પ્રમોશન 1 ફેબ્રુઆરી 2019ના રોજ રોકવામાં આવ્યા હતા તે રદ કરી CAS હેઠળના પ્રમોશન પુન:સ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો છે.

આ ઉપરાંત ગુજરાતમાં કોલેજ અને યુનિવર્સિટીના પ્રાધ્યાપકોને CAS દ્વારા મળતા પ્રમોશનો તથા સાતમા પગાર પંચના લાભો મેળવવા માટે સી.સી.સી.+ તેમજ હિન્દી/ગુજરાતીની પરીક્ષા પાસ કરવા વર્ષ-2019ના સાતમા પગાર પંચના જી.આર. ધ્વારા ફરજિયાત કરવામાં આવ્યુ હતું. જેનો અમલ વર્ષ-2006થી લાગુ કરવામાં આવ્યો હતો આના કારણે થઇ અને નોકરીમાં કાર્યરત, નિવૃત્ત થયેલા તેમજ કેટલાક મૃતક પ્રાધ્યાપકોને પગાર તથા પેન્શનના આર્થિક લાભો અટકયા હતા. જે મુજબ પ્રાધ્યાપકોએ સાતમા પગાર પંચના લાભો મેળવવા તથા કેરીયર એડવાન્સમેન્ટના પ્રમોશન મેળવવા માટે સી.સી.સી.+ તથા હિન્દી/ગુજરાતીની પરીક્ષા પાસ કરવામાંથી મુકિત આપવામાં આવી અને જે પ્રાધ્યાપકોને તા.1/1/2023 કે ત્યારબાદ કેરિયર એડવાન્સમેન્ટના પ્રમોશન મેળવવાના થશે તેઓને જ સી.સી.સી+ તથા હિન્દી /ગુજરાતીની પરીક્ષા આપવાની રહેશે.

શિક્ષણ મંત્રીએ ઉમેર્યું હતું કે,ગુજરાત રાજયમાં શિક્ષણ વિભાગ હેઠળની અુનદાનિત તેમજ સરકારી કોલેજ/યુનિવર્સિટીમાં કામ કરતા પ્રાધ્યાપક જો બીજી કોઇ અન્ય અુનદાનિત તેમજ સરકારી કોલેજ/યુનિવર્સિટીમાં નોકરી મેળવે તો તેઓના સર્વીસ જોડાણનો પ્રશ્ન વર્ષ-2019 ના જી.આર.થી ઉપસ્થિત થયેલ હતો આ બાબતે પ્રાધ્યપકોની તકલીફ સમજી વહીવટી સુધારો કરી હવે નોકરી પ્રમોશન, પેન્શન જેવા વિવિધ કામો માટે સર્વિસ જોડાણની વર્ષ-2019 પહેલાની પધ્ધતિ લાગુ કરવામાં આવી જે મુજબ હવે સર્વિસ જોડાણ માટે ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીથી જ કાર્યવાહી કરવાની રહેશે.

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અનેક શાળામાં આચાર્યોની જગ્યા ખાલી છે, તે જગ્યા ભરવા સંચાલક મંડળ દ્વારા રજુઆત કરવામાં આવી છે. છતાં ભરતી ના થતા સંચાલક મંડળે ફરી એકવાર પત્ર લખીને આચાર્યોની ભરતી કરવા માટે માંગણી કરી હતી. હવે શાળાઓમાં આચાર્યોની ખાલી જગ્યાઓ ભરાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code