1. Home
  2. ગુજરાતી
  3. રામમંદિર સામે લાલુ-રાબડીનું ‘નફરતી વલણ’!: પ્રાણપ્રતિષ્ઠા પહેલા RJDએ કહ્યુ- મંદિર માનસિક ગુલામીનો માર્ગ
રામમંદિર સામે લાલુ-રાબડીનું ‘નફરતી વલણ’!: પ્રાણપ્રતિષ્ઠા પહેલા RJDએ કહ્યુ- મંદિર માનસિક ગુલામીનો માર્ગ

રામમંદિર સામે લાલુ-રાબડીનું ‘નફરતી વલણ’!: પ્રાણપ્રતિષ્ઠા પહેલા RJDએ કહ્યુ- મંદિર માનસિક ગુલામીનો માર્ગ

0
Social Share

પટના: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થાન પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વિશ્વના હિંદુઓમાં ભગવાન રામલલાની ભવ્ય રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ છે. પરંતુ વોટબેંકની રાજનીતિમાં ડૂબેલા દેશના ચોક્કસ રાજકીય પક્ષો અને તેના નેતાઓની રામમંદિર સામેની નફરત અને વાંધા હજી જઈ રહ્યા નથી, કારણ કે વોટબેંકની રાજનીતિ જ તેમનો પ્રાણવાયુ છે.

બિહારની રાજધાની પટનામાં રાષ્ટ્રીય જનતા દળ તરફથી લગાવાયેલા પોસ્ટરમાં મંદિરને માનસિક ગુલામીનો માર્ગ ગણાવાયો છે.

લાલુ-રાબડી દેવીના નિવાસસ્થાન બહાર લગાવાયેલા ઘણાં પોસ્ટરોમાંથી એક પોસ્ટરમાં મંદિર અને શિક્ષણની સરખામણી કરવામાં આવી છે. આ પોસ્ટરમાં એક તરફ લાલુપ્રસાદ યાદવ અને રાબડી દેવીની તસવીર છે. તો બીજી તરફ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ છે. પોસ્ટરની ટોચ પર મહાત્મા બુદ્ધ, સમ્રાટ અશોક, સાવિત્રીબાઈ ફુલે તથા અન્ય લોકની તસવીર પણ છે.

પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે મંદિરનો અર્થ માનસિક ગુલામીનો માર્ગ છે અને સ્કૂલનો મતલબ હોય છે જીવનમાં પ્રકાશનો માર્ગ. જ્યારે મંદિરની ઘંટડી વાગે છે, તો અમે સંદેશ આપીએ છીએ કે અમે અંધવિશ્વાસ, પાખંડ, મૂર્ખતા અને અજ્ઞાનતા તરફ આગળ વધી રહ્યા છીએ અને જ્યારે સ્કૂલની ઘંટડી વાગે છે તો આપણને એ સંદેશ મળે છે કે આપણે તર્કપૂર્ણ જ્ઞાન અને વૈજ્ઞાનિકતા તથા પ્રકાશ તરફ આગળ વધી રહ્યા છીએ. હવે નક્કી કરવાનું છે કે તમારે કઈ તરફ જવું જોઈએ: સાવિત્રીબાઈ ફુલે..

મહત્વપૂર્ણ છે કે આરજેડી તરફથી સાવિત્રીબાઈ ફુલેની જયંતી સમારંભનું આયોજન 7 જાન્યુઆરીએ રોહતાસમાં થવાનું છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન રામાયણ પર વિવાદીત ટીપ્પણીઓ કરનારા બિહારના શિક્ષણ મંત્રી ડૉ. ચંદ્રશેખર કરવાના છે.

આ પોસ્ટર પર ભગવાન રામ અને દેશની આઝાદી માટે જીવન ખપાવી દેનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર નથી, પણ સનાતન તથા હિંદુ દેવીદેવતાઓ પર વિવાદીત ટીપ્પણીઓ કરનારા આરજેડીના ધારાસભ્ય ફતેહ બહાદૂર સિંહની તસવીર છે. ફતેહ બહાદૂર સિંહે દાઉદ નગરમાં વિદ્યાના દેવી માતા સરસ્વતી પર વાંધાજનક ટીપ્પણીઓ કરી હતી. ફતેહ બહાદૂર સિંહે વાણીવિલાસ કરતા વિવાદીત ટીપ્પણી કરી હતી કે પૂજા હંમેશા ચરિત્રવાનની થવી જોઈએ, ચરિત્રહિનોની નહીં. આના પહેલા તેમણે માતા દુર્ગાને લઈને પણ બેહદ વાંધાજનક નિવેદનબાજી કરી હતી. ભાજપના ધારાસભ્યોએ તેમના નિવેદનની આકરી ટીકા કરી હતી.

મહત્વપૂર્ણ છે કે અયોધ્યામાં રામજન્મભૂમિ પર બની રહેલા ભવ્ય રામમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થવાની છે. તેના માટે દશભરમાં આજથી અક્ષત નિમંત્રણની વહેંચણી શરૂ થઈ છે. મંદિરના અક્ષત નિમંત્રણ માટે આજથી આરએસએસ અને વિશ્વ હિંદુ પરિષદનાકાર્યકર્તાઓની ટોળીઓ પૂજિત અક્ષત, રામના ચિત્ર અને પત્ર સાથે ઘરેઘરે સંપર્ક કરી રહી છે. વીએચપીનું લક્ષ્ય દેશભરના પાંચ લાખ ગામોમાં અક્ષત નિમંત્રણ આપવાનું છે. લોકોને નિમંત્રણ આપવા માટે ખાસ કરીને પત્રક છપાવાયા છે, જેમાં આ વાતની અપીલ કરવામાં આવી છે કે લોકો પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અયોધ્યા પહોંચે નહીં.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code