1. Home
  2. ગુજરાતી
  3. રોડ સાઈડ રોમિયોથી મહિલાઓ પરેશાનઃ એક વર્ષમાં દોઢ લાખથી વધારે ફરિયાદો મળી
રોડ સાઈડ રોમિયોથી મહિલાઓ પરેશાનઃ એક વર્ષમાં દોઢ લાખથી વધારે ફરિયાદો મળી

રોડ સાઈડ રોમિયોથી મહિલાઓ પરેશાનઃ એક વર્ષમાં દોઢ લાખથી વધારે ફરિયાદો મળી

0
Social Share

અમદાવાદઃ  ટેલિફોન પર મહિલાઓને બીભત્સ ફોટો કે વીડિયો મોકલી અથવા વારંવાર ફોન કોલ કરી પરેશાન કરનાર રોમિયો સામે પગલાં લેવા ટેલિફોનિક સ્ટોકિંગ પોલીસ હેલ્પ એકશન ટીમ ડેસ્કની રચના કરવામાં આવી છે. કોઇ મહિલા કે યુવતી ફોન પર કરાતી પરેશાનીની ફરિયાદ અભયમને કરે તો તેનો ડેટા મેળવી તુરત જ તાલીમબદ્ધ પોલીસ દ્વારા રોમિયોનો સંપર્ક કરી તેને સમજાવી કડક તાકીદ કરવામાં આવે છે.

મહિલા કાઉન્સેલર દ્વારા ફરીથી પીડિત મહિલાનો સંપર્ક કરી મહિલાઓને આ રોમિયોથી કાયમી રાહત ના મળે ત્યાં સુધી ફોલોઅપ કરવામાં આવે છે.  અભયમ હેલ્પલાઇન લાગુ કર્યા પછી 2017-18 વર્ષમાં 1.35 લાખ કરતાં વધુ ફરિયાદો મળી હતી. 2018-19માં ફરિયાદોની સંખ્યા વધીને 1.74 લાખ થઇ હતી. 2019-20માં ફરિયાદોની સંખ્યા દોઢ લાખ કરતાં વધારે થઇ છે. હેલ્પલાઇન પર ફરિયાદો વધતાં સરકારને છેલ્લા બે વર્ષથી વધારે બજેટની જર પડી રહી છે. 108 નંબરની હેલ્પલાઇન પાછળ રાજ્યના ગૃહ વિભાગે અત્યાર સુધીમાં 10 કરોડ જેટલો ખર્ચ કર્યેા છે.

મોટાભાગના કિસ્સા પારિવારિક ત્રાસ આપવાના, દહેજ અને છેડતીના જોવા મળ્યા છે. રાજ્યમાં મહિલાઓ જે ફરિયાદ નોંધાવે છે તેની તપાસ કરવા માટે રાજ્યના પોલીસ વિભાગને વાહન અને સ્ટાફનો ખર્ચ પણ થાય છે. સરકારે હેલ્પલાઇનની ફરિયાદોમાં મહિલા અને યુવતિઓને મદદ કરવા માટે છેલ્લા બે વર્ષમાં સાત કરોડ પિયાનો ખર્ચ કર્યેા છે યારે 2020ના વર્ષમાં વધુ બે કરોડનો ખર્ચ થયો હતો. એન્ડોઇડ બેઝ 181 અભયમ એપ્લિકેશનના માધ્યમથી પીડિત મહિલાના ઘટના સ્થળની ત્વરિત મદદ માટે માહિતી મળી જાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code