1. Home
  2. ગુજરાતી
  3. રશિયાઃ રાજધાની મોસ્કો પાસે હુમલાખોરોના ફાયરિંગમાં 70 લોકોના મોત
રશિયાઃ રાજધાની મોસ્કો પાસે હુમલાખોરોના ફાયરિંગમાં 70 લોકોના મોત

રશિયાઃ રાજધાની મોસ્કો પાસે હુમલાખોરોના ફાયરિંગમાં 70 લોકોના મોત

0
Social Share

નવી દિલ્હીઃ રશિયામાં રાજધાની મોસ્કો પાસે આવેલા કોન્સર્ટ હોલ પરિસરમાં 3 સશસ્ત્ર હુમલાખોરોએ ફાયરિંગ કરતા 70 લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે 100થી વધારે લોકો ઘાયલ થયા હતા. જેથી 70થી વધારે ડોક્ટરો અને એમ્બ્યુલન્સ પીડિતોની સહાયની કામગીરીમાં વ્યસ્ત છે. આ પરિસરની છત પર ભીષણ આગ લાગી હતી, જેથી સુરક્ષામાં રશિયન સુરક્ષાદળોના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ફાયર વિભાગ દ્વારા લગભગ 100 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

ઈસ્લામિક સ્ટેટે આ આતંકી હુમલાની જવાબદારી લીધી છે. આ હુમલાની ભારત, ઈટાલી, ફ્રાંસ, સ્પેન, જર્મની સહિતના દેશોએ નિંદા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ હુમલાની નિંદા કરતા જણાવ્યું હતું કે, દુ:ખની આ ઘડીમાં ભારત રશિયાની સાથે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code