નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકરે નેધરલેન્ડ્સના હેગમાં નેધરલેન્ડ્સના વિદેશ મંત્રી કેસ્પર વેલ્ડકેમ્પ સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉક્ટર જયશંકરે જણાવ્યું કે તેમણે બંને દેશોની દ્વિપક્ષીય ભાગીદારીને ગાઢ બનાવવા અને યુરોપિયન યુનિયન સાથે જોડાણ પર વ્યાપક ચર્ચા કરી હતી.તેમણે પહલગામ હુમલાની નિંદા અને ત્રાસવાદ વિરુધ્ધ શૂન્ય સહિષ્ણુતાને ટેકો આપવા બદલ નેધરલેન્ડ્સની પ્રશંસા કરી હતી. વિદેશ મંત્રી નેધરલેન્ડ્સ, ડેનમાર્ક અને જર્મનીનાં પ્રવાસનાં પ્રથમ તબક્કામાં ગઈ કાલે હેગ પહોંચ્યા હતા.
એસ. જયશંકરે નેધરલેન્ડ્સના હેગમાં વિદેશ મંત્રી કેસ્પર વેલ્ડકેમ્પ સાથે મુલાકાત કરી
