1. Home
  2. ગુજરાતી
  3. સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું મોશન પોસ્ટર રિલીઝ,જાણો કયા દિવસે રિલીઝ થશે ટ્રેલર
સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું મોશન પોસ્ટર રિલીઝ,જાણો કયા દિવસે રિલીઝ થશે ટ્રેલર

સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું મોશન પોસ્ટર રિલીઝ,જાણો કયા દિવસે રિલીઝ થશે ટ્રેલર

0
Social Share

મુંબઈ : બોલિવૂડના ‘સુલતાન’ સલમાન ખાનની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું જબરદસ્ત મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરની સાથે જ ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના ધમાકેદાર ગીતોનો આનંદ માણી રહેલા ચાહકો હવે ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. સમલાન ખાને આખરે ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ નું ટ્રેલર 10 એપ્રિલે રિલીઝ થશે.

https://www.instagram.com/reel/CquZM7DogAc/?utm_source=ig_embed&ig_rid=f4a77cad-a915-44e3-813e-84eaff309c1f

ફિલ્મનું મોશન પોસ્ટર શેર કરતા સલમાન ખાને કેપ્શનમાં લખ્યું, ‘લેટ ધ એક્શન બિગન’! #KisiKaBhaiKisiJaan 10મી એપ્રિલે થશે. આ કેપ્શન પરથી જ ખબર પડે છે કે ફિલ્મમાં સલમાન ખાનની જબરદસ્ત એક્શન જોવા મળશે. ફિલ્મના મોશન પોસ્ટરની શરૂઆત સલમાન ખાનથી થાય છે અને તેની સંપૂર્ણ ફ્રેમ જાહેર થતાં તે છરી પકડીને જોવા મળે છે. પરંતુ પોસ્ટરની ખાસ વાત એ છે કે, ખૂનને બદલે છરી ફૂલની પાંખડીઓ વિખેરી રહી છે જે દર્શાવે છે કે સલમાન પ્રેમ માટે લડશે, પ્રેમ સાથે આ એક એક્શન એન્ટરટેઈનર તેમજ ફેમિલી ફિલ્મ છે.

સલમાન ખાનની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી ‘બિગ બોસ’ ફેમ શહનાઝ ગિલ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ સિવાય ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પણ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મમાં સલમાન ખાન સાથે વેંકટેશ દગ્ગુબાતી, પૂજા હેગડે, જગપતિ બાબુ, ભૂમિકા ચાવલા, વિજેન્દર સિંહ, અભિમન્યુ સિંહ, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ અને વિનાલી ભટનાગર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code