1. Home
  2. ગુજરાતી
  3. ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’ ફેમ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું માર્ગ અક્સ્માતમાં નિધન
‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’ ફેમ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું માર્ગ અક્સ્માતમાં નિધન

‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’ ફેમ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું માર્ગ અક્સ્માતમાં નિધન

0
Social Share
  • ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’ ફેમ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું નિધન
  • આ અગાઉ આ શઓમાંથી આદિત્ય સિંહ રાજપૂતનું પણ નિધન થયું હતું

મુંબઈઃ  ટેલિવૂડ જતમાંથી અક ખરાબસમાચાર સામે આવી રહ્યા છે, દેશમાં ખૂબ જ લોકપ્રિય બનેલો શો ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’  જાસ્મિનના રોલ કરીને ખૂબ જ નામના મેળવનારી એક્ટ્રેસ  વૈભવી ઉપાધ્યાયનું કાર અકસ્માતમાં મોત થયું હતું.ઉલ્લેખનીય છે કે અગાઉ આ શોમાંથી  સ્પ્લિટ્સવિલા ફેમ આદિત્ય સિંહ રાજપૂતના આકસ્મિક નિધનથી ચાહકોને આઘાત લાગ્યો હતો ત્યારે હવે આજ શો ની અભિનેત્રીનું પણ નિધન થતા ટેવિ જગતમાં શોકની લાગણી છવાઈ છે.

વૈભવી ઉપાધ્યાય ટીવી શો ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ 2’, ‘ક્યા કસૂર હૈ અમલ કા’, વેબ સિરીઝ ‘પ્લીઝ ફાઇન્ડ એટેચ’ અને ફિલ્મ ‘છપાક’માં પણ જોવા મળી હતી. ગુજરાતી થિયેટર સર્કિટમાં વૈભવી ખૂબ જ લોકપ્રિય નામ હતું.

અભિનેત્રીના નિધનને લીને શોના નિર્માતા જેડી મજેઠિયાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ દ્વારા ચાહકો સાથે આ ખરાબ સમાચાર શેર કર્યા છે. આ સમાચાર ચાહકો માટે ધુખ દ છે  અનેક ચાહકો અને સેલેબ્સે અભિનેત્રીને  શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

વૈભવી ઉપાધ્યાયનું નિધન વિતેલા દિવસને મંગળવારે સવારે  થયું હતું. હિમાચલ પ્રદેશમાં એક કાર અકસ્માતમાં તેણે જીવ ગુમાવ્યો છે. વૈભવીનું મોત થયું હતું. 32 વર્ષીય વૈભવીનો પરિવાર જે ચંદીગઢમાં  રહે છે તે મૃતદેહને મુંબઈ લાવી રહ્યો છે.

જાણકારી પ્રમાણે આજરોજ બુધવારે સવારે 11 વાગ્યે મુંબઈમાં અંતિમ  તેના સંસ્કાર કરવામાં આવશે. . યુવા અભિનેતા આદિત્ય સિંહ રાજપૂતના આઘાતજનક નિધનના સમાચાર ત્રણ દિવસ પહેલા સામે આવ્યા હતા.માત્ર ત્રણ દિવસમાં જ આ શોની બીજી કલાકારે જીવ ગુમાવ્યો છએ જેને લઈને  ટીવી ઈન્ડસ્ટ્રીએ ત્રણ દિવસમાં બે મહાન કલાકારો ગુમાવ્યા છે.આ સાથે જ ટીવી જગત શોકમાં ડૂબ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code