Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પરીક્ષાના ટાણે એમએડ સેમેસ્ટર-2નું પેપેર કાઢવાનું યાદ આવ્યું

Social Share

રાજકોટ, 22 એપ્રિલ 2026: Remembered to take out the paper of M.Ed. Semester-2 during the exam  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો છબરડો બહાર આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા અંડર ગ્રેજ્યુએશન (UG) અને પોસ્ટ ગ્રેજ્યુએશન (PG) ના કુલ 25 કોર્સની પરીક્ષાઓનો તા. 21મી એપ્રિલથી વિધિવત પ્રારંભ થયો છે. રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગરના વિવિધ 125 કેન્દ્રો પરથી 51,836 વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ રીતે પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે એમ.એડ. સેમેસ્ટર 4ની પરીક્ષાના પ્રારંભે જ પ્રથમ પેપર મોકલતા જ યુનિવર્સિટી ભૂલી ગઈ હતી. જેને કારણે 155 વિદ્યાર્થીઓને હેરાનગતિ ભોગવવી પડી હતી. પરીક્ષા વિભાગના ઇન્ચાર્જ નિયામકને કશી ખબર જ નહોતી કે એમ.એડ.નું પેપર પણ કાઢવાનું છે! પરિણામે, એમ.એડ.ના પ્રથમ દિવસે જ પેપર સેટ કરવાનું રહી ગયું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે. મંગળવારે એમ.એડ. સેમેસ્ટર 4ની પરીક્ષાના પ્રારંભે જ પ્રથમ પેપર મોકલતા જ યુનિવર્સિટી ભૂલી ગઈ હતી. જેને કારણે 155 વિદ્યાર્થીઓને હેરાનગતિ ભોગવવી પડી હતી. એમએડ સેમિ-2માં ટેક્નિકલ એજ્યુકેશન -2 નું પેપર હતું. યુનિવર્સિટી દ્વારા સર્વોદય કોલેજ ખાતેના પરીક્ષા કેન્દ્ર પર પેપર ઈ મેઈલમાં મોડું મોકલવામાં આવ્યું હતું. જેને લીધે 2.30 વાગ્યાના બદલે 3.30 વાગ્યે પેપર શરૂ થયુ હતુ. જેને કારણે વિદ્યાર્થીઓને પેપર આપવા માટે એક કલાક વધુ આપવામાં આવી હતી. 3.30 વાગ્યે શરૂ થયેલું પેપર 6 વાગ્યે પૂરું થયું હતુ.

સૂત્રોના કહેવા મુજબ યુનિવર્સિટીમાં બે પરીક્ષા નિયામક છે, જેમાંથી એક OSD (ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી) આફ્રિકાના પ્રવાસે ઉપડી ગયા છે, જ્યારે બીજા ઇન્ચાર્જ નિયામકને કશી ખબર જ નહોતી કે એમ.એડ.નું પેપર પણ કાઢવાનું છે! પરિણામે, એમ.એડ.ના પ્રથમ દિવસે જ પેપર સેટ કરવાનું રહી ગયું હતું. વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં બેસી ગયા પછી ખબર પડી કે પેપર કાઢવાનું ભૂલાઇ ગયું છે. 225 છાત્રની 1 કલાક બગડી પછી પાછળથી ટાઈમ વધારી અપાયો હતો.

Exit mobile version