1. Home
  2. ગુજરાતી
  3. ટીવી એક્ટર રામ કપૂરની પહેલાની ફિટનેસ જોઈને તમે પણ કહેશો વાહ…પત્ની ગૌતમી એ તેમના હનીમુનના ફોટો સોશિયલ મીડિયા પર કર્યા શેર
ટીવી એક્ટર રામ કપૂરની પહેલાની ફિટનેસ જોઈને તમે પણ કહેશો વાહ…પત્ની ગૌતમી એ તેમના હનીમુનના ફોટો સોશિયલ મીડિયા પર કર્યા શેર

ટીવી એક્ટર રામ કપૂરની પહેલાની ફિટનેસ જોઈને તમે પણ કહેશો વાહ…પત્ની ગૌતમી એ તેમના હનીમુનના ફોટો સોશિયલ મીડિયા પર કર્યા શેર

0
Social Share
  • રામકપૂર આટલી ઉમંરે પણ રહે છે ફીટ
  • ફેન્સ તેમની ફઇટનેસના દિવાના છે

મુંબઈઃ- ટીવી સ્ટાર્સ પોતાની લાઈફ સ્ટાઈલને લઈને ફેંસની વચ્ચે ચર્ચાનો વિષય બનતા હોય છે, ત્યારે હાલમાંમ જ રામ કપૂર પર ફેન્સે ઘણો પ્યાર વરસાવ્યો છે અને તેનું કારણ છે તેમની ફિટનેસ, ટીવી એક્ટર રામ કપૂર અને ગૌતમી કપૂર તેમના લગ્ન જીવનને એન્જોય કરી રહ્યા છે.

આ કપલે એક સાથે ‘ઘર એક મંદિર’ સીરિયલમાં સાથે કામ કર્યું હતું. તેઓ સેટ પર મળ્યા અને એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. રામ કપૂર અને ગૌતમી કપૂરે વર્ષ 2003 માં લગ્ન કર્યા હતા. હવે ગૌતમીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હનીમૂનની થ્રોબેક તસવીર પોસ્ટ કરી છે. રામ કપૂર આ ફોટોઝમાં એટલા ફિટ દેખાઈ રહ્યા છે કે લોકો તેમને ઓળખી નથી રહ્યા, તેમની સ્લિમ બોડી અને ફિટ બોડીના લોકો દિવાના થયા છે.આ પહેલા પણ રામ કપૂરે પોતાનો વેઈટ લોક કરીને દર્શકોને ચોંકાવ્યા હતા.

ફોટોમાં ગૌતમી અને રામ દરિયા કિનારે પોઝ આપી રહ્યા છે. આ દરમિયાન ગૌતમી બ્લેક બિકીની ટોપ અને રેડ શોર્ટ્સમાંજોવા મળે છે. તેના હાથમાં મહેંદી છે અને તેણે બંગડી પણ પહેરી છે. જ્યારે રામ શર્ટલેસ છે અને બ્રાઉન શોર્ટ્સ પહેરેલ છે. ગૌતમીએ કેપ્શનમાં લખ્યું- ‘તે વર્ષ હતું … 2003.’

રામ કપૂરના આ ફોટોઝ પમ ઘણી કોનમેન્ટ આવી રહી છે,ગૌતમી અને રામના ઓ ફોટો પર ચાહકોને પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ‘રામે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હનીમૂન દરમિયાન તેની ફિટનેસ શ્રેષ્ઠ હતી. તેને નકારી શકાય નહીં. ‘એકે કહ્યું કે-‘ તે કેટલો ફિટ છે. ‘એક યુઝરે લખ્યું-‘ તમે બંને ખૂબ હોટ લાગી રહ્યા છો. હજી થ્રોબેક ફોટા શેર કરો.

રામ કપૂર ટીવીનો એક જાણીતો ચહેરો છે. તેમની મુખ્ય સિરિયલો ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’, ‘દિલ કી બાતેં દિલ હી જાને’, ‘કસમ સે’ અને ‘બડે અચ્છે લગતે હૈં’ છે. આ સિવાય તેમણે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’, ‘શાદી કે સાઇડ ઇફેક્ટ્સ’, ‘કાર્તિક કોલિંગ કાર્તિક’ અને ‘બાર બાર દેખો’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. રાનમ કપૂરનું વજન પહેલા કરતા હમણા વધારે છે, જો કે થોડા વર્ષ પહેલા જ તેણે પોતાનું ઘણું વજન ઉતાર્યું છે.તેમના ટ્રાન્ફોર્મેશનને લઈને તેઓ ચર્ચામાં પણ આવ્યા હતા.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code