Homeગુજરાતીદેશ-વિદેશફ્રાન્સમાં ભારે હિંસા વચ્ચે કર્ફ્યુ: ભારતે નાગરિકો અને પ્રવાસીઓ માટે એડવાઇઝરી જાહેર...

ફ્રાન્સમાં ભારે હિંસા વચ્ચે કર્ફ્યુ: ભારતે નાગરિકો અને પ્રવાસીઓ માટે એડવાઇઝરી જાહેર કરી

નવી દિલ્હી, 22 ઓક્ટોબર 2026: ફ્રાંસમાં ભારે હિંસા અને વિરોધ પ્રદર્શન વચ્ચે અનેક શહેરોમાં કર્ફ્યુ નાખવામાં આવ્યો છે. દરમિયાન ભારતે પોતાના નાગરિકોને સતર્ક રહેવા માટે સલાહ આપી છે. પેરિસ સ્થિત ભારતીય દૂતાવાસે ફ્રાંસમાં રહેતા ભારતીયો તથા ત્યાં પ્રવાસ કરવાની તૈયારી કરી રહેલા લોકોને સાવધાન રહેવાની તાકીદ કરવામાં આવી છે. દૂતાવાસે પ્રદર્શનવાળી જગ્યાઓ અને ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવાની સાથે સ્થાનિક વહીવટી તંત્રના નિર્દેશોનું પાલન કરવા માટે અપીલ કરી છે.

ભારતીય દૂતાવાસે જાહેર કરેલી એડવાઈઝરી અનુસાર, ફ્રાંસના કેટલાક વિસ્તારોમાં લગાવાયેલા કર્ફ્યુને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકો સતર્ક રહે. તેમજ સ્થાનિક અખબારો અને ફ્રાંસ સરકારીની સત્તાવાર વેબસાઈટ મારફતે પરિસ્થિતિની માહિતી મેળવવા માટે સલાહ આપવામાં આવી છે. પ્રદર્શનવાળી જગ્યા અને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ અને સ્થાનિક વહીવટી તંત્રના નિર્દેશોનું પાલન કરવું. ફ્રાંસ સરકારની સત્તાવાર વેબસાઈટ gouvernement.fr પર જાહેર કરાયેલી સુચનાથી પરિસ્થિતિની માહિતી મેળવી. પેરિસમાં સાર્વજિનિક પરિવહન સાથે જોડાયેલી જાણકારી મેળવવા માટે આરએટીપીની વેબસાઈટ તપાસો, આપાત સ્થિતિમાં પેરિસ સ્થિત ભારતીય દુતાવાસ તથા માર્સિલે સ્થિત ભારતીય વાણિજ્ય દુતાવાસનો સંપર્ક કરવો.

ફ્રાંસમાં સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં વિદ્યાર્થીઓએ સ્કૂલની ખરાબ સ્થિતિ, પર્યાપ્ત સંશાધનોની અછત અને વર્ગખંડમાં ભીડને લઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યાં હતા. આ આંદોલન ગણતરીના દિવસોમાં વ્યાપક બન્યું હતું. મોંઘવારી સહિતના મુદ્દા ઉપર વિરોધ તેજ બન્યાં હતા. આ દરમિયાન દેખાવકારોએ લૂંટફાટ, આગચંપી અને પોલીસ ઉપર હુમલા સહિતના બનાવો બન્યાં હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular