1. Home
  2. ગુજરાતી
  3. શાહીદ કપૂરે ફિલ્મ ‘જર્સી’નું પોસ્ટર કર્યું શેર – આજે સાંજે ટ્રેલર થશે રિલીઝ
શાહીદ કપૂરે  ફિલ્મ ‘જર્સી’નું પોસ્ટર કર્યું શેર – આજે સાંજે ટ્રેલર થશે રિલીઝ

શાહીદ કપૂરે ફિલ્મ ‘જર્સી’નું પોસ્ટર કર્યું શેર – આજે સાંજે ટ્રેલર થશે રિલીઝ

0
Social Share
  • શાહીદ કપૂરે ફિલ્નમ જર્સીનું પોસ્ટર શેર કર્યું
  • ટ્રેલર પણ ટૂંક સમયમાં થશે રિલીઝ

મુંબઈઃ આ દિવસોમાં બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોની ચર્ચાઓ થઈ રહી છે. કેટલીક ફિલ્મોનું હાલ શૂટિંગ ચાલી રહ્યું છે તો ઘણી ફિલ્મો હવે રિલીઝ માટે તૈયાર છે. ત્યારે હવે એક્ટર શાહિદ કપૂરની મોસ્ટ અવોઈટેડ અપકમિંગ ફિલ્મ ‘જર્સી’ હેડલાઇન્સમાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ વિશે ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે કારણ કે કોવિડને કારણે ફિલ્મને લઈને ઘણો વિલંબ થયો છે. પરંતુ હાલમાં જ આ ફિલ્મનું પોસ્ટર હેડલાઇન્સમાં આવ્યું છે. આ પોસ્ટર સાથે શાહિદે ફિલ્મના ટ્રેલરની જાહેરાત કરી છે.

શાહિદ કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે જર્સીનું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં શાહિદ કપૂર ક્રિકેટરનો યુનિફોર્મ પહેરેલો જોવા મળે છે અને પાછળથી હાથમાં બેટ પકડીને શાહીદ ઊભેલો જોવા મળે છે. શાહિદની સામે એક મોટું મેદાન દેખાઈ રહ્યું છે. આ પોસ્ટર પર લખ્યું છે કે ‘જર્સી’નું ટ્રેલર આવતીકાલે એટલે કે 23 નવેમ્બરે સાંજે 5:30 વાગ્યે રિલીઝ થશે.

અભિનેતા શાહીજે આ પોસ્ટરને શેર કરતાં લખ્યું છે કે  ‘સમય આવી ગયો છે! અમે આ શેર કરવા માટે 2 વર્ષની રાહ જોઈ. આ ખરેખર ખાસ છે, આ ટીમ ખાસ છે… આ પાત્ર  પણખાસ છે. અમે તમારી સાથે મોટી સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છીએ, તે અમારા માટે ખાસ છે. આ આભાર વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી.ઉલ્લેખનીય છે કે  આ ફિલ્મ 31 ડિસેમ્બર 2021ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code