1. Home
  2. revoinews
  3. સની દેઓલ અને અમીષા પટેલની ખૂબ રાહ જોવાતી ફિલ્મ ‘ગદર 2’ નું ટિઝર આજે થશે રિલીઝ
સની દેઓલ અને અમીષા પટેલની ખૂબ રાહ જોવાતી ફિલ્મ ‘ગદર 2’ નું  ટિઝર આજે થશે રિલીઝ

સની દેઓલ અને અમીષા પટેલની ખૂબ રાહ જોવાતી ફિલ્મ ‘ગદર 2’ નું ટિઝર આજે થશે રિલીઝ

0
Social Share
  • સનીદેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ગદર 2 નું ટિઝર આજે રિલીઝ કરાશે
  • દર્શકો ફિલ્મની પણ આતુરતાથી જોઈ રહ્યા રાહ

મુંબઈઃ- ફિલ્મ ગદર જ્યારે વર્ષ 2002માં રિલીઝ થઈ ત્યારે સિનેમાધરોમાં ઘીમ મચાવી હતી એ જ રીતે દર્શકો ગદર 2 ને લઈને પણ ભારે ઉત્સુક જાવા ળી રહ્યા છએ ત્યારે ગદર 2ને લઈને એક સારા સમાચાર મળી રહ્યા છે આજે 12 જૂનને સોમવારના રોજ સત્તાવાર રીતે આ ફિલ્મનું ટિઝર લોંચ કરવામાં આવનાર છે.,

પ્રાપ્ત વિગત પ્રમાણે સની દેઓલ અને અમીષા પટેલ અભિનીત ફિલ્મ ‘ગદર’ની સિક્વલ ‘ગદર 2’ માટે ચાહકો ક્લાઉડ નાઈન પર છે.દર્શકોને મનોરંજનના ડોઝની ઝલક બતાવવા માટે, નિર્માતાઓએ તેનું ટીઝર રિલીઝ કરવાનું નક્કી કર્યું છે.

‘ગદર 2’નું ટીઝર આજે  એટલે કે 12 જૂન, 2023ના રોજ સત્તાવાર રીતે રિલીઝ કરવામાં આવશે. ‘ગદર 2’નું ટીઝર આજ રોજ  ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.

જોકે, ટીઝર ‘ગદર’ના પહેલા ભાગ સાથે જોડાયેલું છે, જે હાલમાં થિયેટરોમાં ચાલી રહ્યું છે. ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્મા અને ઝી સ્ટુડીયોએ 12 જૂન, 2023ના રોજ બપોરે 12 વાગ્યે તેનું ઓફિશિયલ ટીઝર લોન્ચ કરવાની વિતેલા દિવસે જાહેરાત કરી હતી.ત્યારે આજે દર્શકોને ફિલ્મની એક ઝલક જોવા મળશે.

‘ગદર 2’નું ટીઝર બહુપ્રતિક્ષિત સિક્વલની રોમાંચક ઝલક આપશે. શ્રેષ્ઠ કલાકારો, પ્રતિભાશાળી દિગ્દર્શક સાથે, ગદર 2 પ્રેક્ષકોને આકર્ષિત કરવા અને એક નવી સિનેમેટિક ઉત્તેજના બનાવવા માટે તૈયાર છે.આ ફિલ્મ 11 ઓગસ્ટ, 2023ના રોજ સિનેમાઘરોમાં ઘીમ મચાવાની તૈયારી કરી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code