1. Home
  2. ગુજરાતી
  3. નુપુર શર્માની હત્યા કરવા આવેલા પાકિસ્તાની નાગરિકની તપાસમાં ચોંકાવનારા ખુલાસા
નુપુર શર્માની હત્યા કરવા આવેલા પાકિસ્તાની નાગરિકની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

નુપુર શર્માની હત્યા કરવા આવેલા પાકિસ્તાની નાગરિકની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

0
Social Share

નવી દિલ્હીઃ ભારતમાં ઘુસીને ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માની હત્યાના કાવતરાને અંજામ આપવા આવેલા પાકિસ્તાની કટ્ટરપંથી રિજવાન અશરફની સુરક્ષા એજન્સીઓએ આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારા ખુલાસા થયાં છે. નુપુર શર્માના વિવાદીત નિવેદન બાદ પાકિસ્તાનના મંડી બહાઉદ્દીન જિલ્લામાં એક પંચાયત બોલાવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકો સમક્ષ મૌલવીઓએ તકરીરો કરવામાં આવી હતી. જેથી પ્રભાવિત થઈને પાકિસ્તાની યુવાને નુપુર શર્માની હત્યા કરવા માટે ભારતમાં ઘુસણખોરી કરી હતી.

ભારતીય સુરક્ષા એજન્સીઓની પૂછપરછમાં ખુલ્યું કે, પાકિસ્તાની નાગરિક રિજવાનએ મંડી બહાઉદ્દીન જિલ્લામાં ધો-8 સુધીનો અભ્યાસ સ્થાનિક મદરેસામાં કર્યો હતો. તેમજ અહીં તે ઈલેક્ટ્રિશિયનનું કામ કરતો હતો અને પિતા ખેતી કરતા હતા. 3 સંતાનોના પિતા રિજવાન ઉર્દુ, પંજાબી અને હિન્દી ભાષા જાણે છે અને હાફિજ સઈદના સંગઠન જમાતુલ દાવા સાથે જોડાયેલો છે.

રિઝવાન લાહોર થઈને ભારત આવવા માંગતો હતો પરંતુ કડક કાર્યવાહીને પગલે તેમે શ્રીગંગાનગર માર્ગે ઘુસણખોરીનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનમાં ભારતીય સરહદ સુધી પરિવહન માટે બસ સરળતાથી મળી રહે છે અને પાકિસ્તાન તરફ કોઈ પેટ્રોલીંગ કરવામાં આવતું નથી. પાકિસ્તાની રિજવાન શ્રીગંગાનગરથી અજમેર દરગાહ જવાનો હતો. તેમજ અહીં રોકાણ કરીને દિલ્હી સ્થિત નુપુર શર્માનું સરમાનું મેળવવાનો હતો.

સુરક્ષા એજન્સીઓને શંકા છે કે, ભારતમાં આરોપી કોઈના સંપર્કમાં છે એટલું જ નહીં પાકિસ્તાનના કોઈ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો છે. આ અંગે સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.  

શ્રીગંગાનગરના એસપી આનંદ શર્માએ જણાવ્યું હતું કે, 16-17મી જુલાઈના રાતના હિંદુમલકોટ વિસ્તારમાં પાકિસ્તાની સરહદ પરથી એક શખ્સ ધુસી આવ્યો હતો. તેનું નામ રિજવાન અશરફ હોવાનું ખૂલ્યું હતું. તેમજ આ પાકિસ્તાની નાગરિક ભારત નુપુર શર્માની હત્યા કરવામાં આવ્યો હતો.

સુરક્ષા એજન્સીઓને રિજવાન પાસેથી બે ચાકુ, ધાર્મિક પુસ્તકો, કપડા અને ખાવાની કેટલીક વસ્તુઓ મળી હતી. દરમિયાન પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને 8 દિવસના રિમાન્ડ મેળવામાં આવ્યાં છે. તેની તપાસમાં આગામી દિવસોમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code