1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઓછાદરે શીપ બ્રેકિંગને લીધે અલંગને સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ બન્યું
પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઓછાદરે શીપ બ્રેકિંગને લીધે અલંગને સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ બન્યું

પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઓછાદરે શીપ બ્રેકિંગને લીધે અલંગને સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ બન્યું

0
Social Share

ભાવનગરઃ જિલ્લાનો અલંગ શીપ બ્રેકિંગ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. ત્યારે વૈશ્વિક સ્પર્ધામાં અલંગને પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઊભરી આવેલા શીપ બ્રેકિંગ ઉદ્યોગનો સામનો કરવો પડી રહ્યો છે. અલંગ શિપયાર્ડમાં ચાલુ વર્ષે જાન્યુઆરી ફેર દરમિયાન 13 જહાજ તોડકામ માટે આવ્યા હતા. અગાઉના વર્ષ 2021-22ના સમગ્ર વર્ષ દરમિયાન (કોરોના કાળ સહિત) કુલ 187 જહાજ તોડકામ થયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ અલંગ ખાતે કુલ 115થી વધુ શિપ તોડકામ વાડા (બ્લોક) કાર્યરત છે. જેમાંથી અંદાજે 80 વાડા હૉંગકૉંગ કન્વેન્શન પ્રમાણે પર્યાવરણીય (ગ્રીન) તોડકામ સગવડો સાથેના તૈયાર થઈ ચૂક્યા છે. જોકે પાકિસ્તાન-બાંગ્લાદેશ સાથેની સ્પર્ધાને લીધે અત્યાધુનિક સગવડો સામે અલંગને શિપ તોડકામમાં અવરોધ નડે છે. જેનું કારણ પાકિસ્તાન – બાંગ્લાદેશની સ્પર્ધા મુખ્ય છે.
શિપ રિસાઈક્લિગ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અલંગ ખાતે વર્લ્ડ સ્ટાન્ડર્ડ પ્રમાણેની સગવડો હોવા છતાં અત્યાર સુધીનો અનુભવ છે કે તેનો લાભ અલંગને પૂરતો મળ્યો નથી. બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પર્યાવરણીય નિયમોના પાલનની કડકાઈ હોતી નથી. જેથી તેમને તોડકામ ખર્ચ ઓછો આવે છે. જેથી અલંગમાં જહાજ ઓછા આવી રહ્યા છે. પાકિસ્તાન – બાંગ્લાદેશ ખાતે જહાજ તોડકામનો ખર્ચ ઘટવાથી 650 ડૉલર સુધીના ભાવ ચૂકવીને ત્યાંના શિપબ્રેકર જહાજ ખરીદે છે. જે અલંગ ખાતે તોડકામ ખર્ચ વધુ હોવાથી અહીંના શિપબ્રેકરો 600 ડૉલર સુધી જ ખરીદ કિંમત ચૂકવી શકે છે. ઉપરાંત શિપબ્રેકિંગના ભંગારથી પાકિસ્તાનમાં વધુ લોખંડ ઉત્પાદન થઈ રહ્યું છે, કારણ કે પાકિસ્તાનમાં ખનિજની ખાણ નથી. જ્યારે ભારતમાં ક્રેપનો ઉપયોગ ઓછો થાય છે.

એસોના અગ્રણીએ આશા વ્યક્ત કરી હતી કે, એસોસિયેશન દ્વારા યુરોપ સહિતના દેશોમાં યોજાતા શિપબ્રાકિંગ સેમિનારોમાં અલંગ ખાતે વર્લ્ડ સ્ટાન્ડર્ડની સગવડોનો ધૂમ પ્રચાર થઈ રહ્યો છે. તેમને આશા છે કે વૈશ્વિક સ્તરે વધુને વધુ પર્યાવરણીય જાગૃતિનો લાભ આજે નહીં તો કાલે અલંગને જરૂર મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code