નવી દિલ્હી, 04 નવેમ્બર 2026: નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી જોશીએ જણાવ્યું છે કે, ‘પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ હેઠળ છેલ્લા 104 દિવસમાં દેશભરમાં 65 લાખથી વધુ સોલર સિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવી છે. નવી દિલ્હીમાં આયોજિત ‘ઇન્ડિયા રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સ એન્ડ એક્ઝિબિશન 2026’ના એક સત્રને સંબોધતા, પ્રહલાદ જોશીએ ઉલ્લેખ કર્યો કે દર છ દિવસે 1 લાખથી વધુ સોલર સિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું કે આ સિદ્ધિ સ્વચ્છ અને પુનઃપ્રાપ્ય ઊર્જા અપનાવવામાં લોકોની વધતી જતી ભાગીદારીને દર્શાવે છે. શ્રી જોશીએ નોંધ્યું કે દેશની બિન-અશ્મિભૂત (non-fossil) ઊર્જા ક્ષમતા વધીને 3310 ગીગાવોટ થઈ ગઈ છે. તેમાં 172 ગીગાવોટની સૌર ઊર્જા ક્ષમતાનો સમાવેશ થાય છે. તેમણે ઉલ્લેખ કર્યો કે 2014 પહેલાં, દેશની સૌર ઊર્જા ક્ષમતા આશરે ત્રણ ગીગાવોટ હતી.
આ પ્રસંગે, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનથી દિલ્હીમાં સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો કે ‘પીએમ સૂર્ય ઘર યોજના’ – જેને કેન્દ્રીય સબસિડી અને દિલ્હી સરકાર તરફથી વધારાની સહાયનું સમર્થન પ્રાપ્ત છે – તેના કારણે જનતામાં આ યોજના પ્રત્યે ઉત્સાહ વધ્યો છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે દિલ્હી સરકારનો લક્ષ્યાંક આવતા વર્ષના માર્ચ મહિના સુધીમાં 2,00,000 ઘરોમાં સૌર ઊર્જા પ્રણાલીઓ (સોલર પાવર સિસ્ટમ્સ) સ્થાપિત કરવાનો છે.
વધુ વાંચો: રાજકુમારી લંચેનબી ચાનૂએ રચ્યો ઇતિહાસ, યુવા ઓલિમ્પિકમાં ભારતને અપાવ્યો કાંસ્ય ચંદ્રક


