1. Home
  2. ગુજરાતી
  3. મહિલા આરક્ષણ બિલ ને લઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની એ ખુશી વ્યક્ત કરતા કહ્યું ‘મોદી હે તો મુમકિન હે’
મહિલા આરક્ષણ બિલ ને લઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની એ ખુશી વ્યક્ત કરતા કહ્યું ‘મોદી હે તો મુમકિન હે’

મહિલા આરક્ષણ બિલ ને લઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની એ ખુશી વ્યક્ત કરતા કહ્યું ‘મોદી હે તો મુમકિન હે’

0
Social Share

દિલ્હીઃ પીએમ મોદીના નેતૃત્વમાં તાજેતરમાં મહિલા આરક્ષણ બિલ પાસ કરવામાં આવ્યું આ બિલને સૌ કોઈએ આવકાર્યું છે ત્યારે હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે મોદી હે તો સબ મુમકીન છે,ઉલ્લેખનીય છે કે પીએમ મોદી વૈશ્વિક સ્તરે લોકપ્રિયતા ઘરાવે છે ત્યારે અનેક કેન્દ્રીય મંત્રીઓએ આ બિલ પાસ કરવાને લઈને પીએમ મોદીનો આભાર પણ માન્યો છે.

આ સાથે જ બિલ પાસ થતા પીએમ મોદીએ કહ્યું હતું કે બે દાયકાથી વધુ સમયથી, ભાગ્યે જ કોઈ સંસદનું સત્ર બન્યું હશે જેમાં મહિલા અનામતનો મુદ્દો ઉઠાવાયો ન હોય. આ વખતે બંને ગૃહો દ્વારા પસાર કરાયેલું બિલ બંધારણ સંશોધન બિલ છે, જેને નારી શક્તિ વંદન એક્ટ નામ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે. આ 33 ટકામાંથી એક તૃતીયાંશ બેઠકો અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓ માટે અનામત રાખવાની છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ખુશી વ્યક્ત કરી હતી. તેણે આ ઐતિહાસિક ક્ષણ માટે દરેકની પ્રશંસા કરી. તેમણે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા અને કહ્યું કે આ સિદ્ધિ દર્શાવે છે કે ‘મોદી હૈ તો મુમકીન હૈ’ માત્ર એક કહેવત નથી.

આ અગાઉ લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરતું 128મું બંધારણીય સુધારો બિલ ગુરુવારે રાજ્યસભામાં પસાર થયું હતું. દિવસભરની ચર્ચા બાદ તેને પાસ કરવામાં આવ્યો હતો. બિલની તરફેણમાં 214 વોટ પડ્યા હતા જ્યારે બિલની વિરુદ્ધમાં કોઈએ વોટ આપ્યો ન હતો.

આ સાથે સંસદ અને વિધાનસભાઓમાં મહિલા સશક્તિકરણના માર્ગમાં છેલ્લા 27 વર્ષથી ચાલી રહેલા દુષ્કાળનો અંત આવ્યો અને નવા સંસદ ભવન તેના પ્રથમ સત્રમાં જ મહિલા શક્તિના વખાણ કરવાનો નવો ઈતિહાસ રચ્યો. આ પહેલા આ બિલને બુધવારે લોકસભામાંથી મંજૂરી મળી હતી. લોકસભાએ પણ આ બિલને બે તૃતિયાંશ બહુમતીથી પસાર કર્યું હતું. તેની તરફેણમાં 454 અને વિરોધમાં બે મત પડ્યા હતા. ત્યારે હવે દેશભરના નેતાઓ આ બિલ પાસ થવાને લઈને પીએમ મોદીની પ્રસંશા કરી રહ્યા છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code